(એજન્સી) જેરૂસલેમ, તા. ૧
ઇઝરાયેલી સેનાએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેણે ૨૦૨૦માં ગાઝા પટ્ટીમાં ૩૦૦ અને સીરિયામાં ૫૦ વખત હુમલા કર્યા હતા. ઇઝરાયેલની સમાચાર એજન્સી એનાડોલુની સમીક્ષા અનુસાર સેનાએ નિવેદનમાં કહ્યું છે કે, ૨૦૨૦ના ડેટામાંથી મળી આવ્યું છે કે, ગાઝા પટ્ટીમાં ૩૦૦ વખત નિશાન બનાવી હુમલા કરાયા છે અને સુરક્ષા ભેદીને ઘૂસણખોરીના ૩૮ પ્રયાસ સેનાએ રોક્યા છે. નિવેદનમાં કહેવાયું છે કે, ગાઝા પટ્ટીમાંથી ૧૭૬ રોકેટ અને મોર્ટાર મારવામાં આવ્યા હતા, આમાંથી ૯૦ ટકા ખાલી જગ્યાઓ પર પડ્યા હતા. આમાંથી આઇરન ડોમ સિસ્ટમ(નાના અંતરની મિસાઇલ રોકતાં)એ નાગરિકોને નિશાન બનાવતા ૮૦ શેલ્સ અને રોકેટને રોક્યા હતા. નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે, ઉત્તર સરહદ સીરિયા અને લેબોનોનની વાત કરવામાં આવે તો સુરક્ષા છીંડામાથી ઘૂસણખોરીના ૧૦ પ્રયાસ રોકાયા છે જ્યારે સીરિયાની અંદર ૫૦ જેટલી રેડ કરવામાં આવી છે જેમાં ૨૦ વધારાના અભિયાનનો ઉમેરો થાય છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાના હુમલાના બે પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા.