(એજન્સી) વેસ્ટ બેંક, તા.૧૯
આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ વેસ્ટ બેંક કબજો કરાયેલ વિસ્તાર છે એ માટે ત્યાં બધી વસાહતો યહુદીઓ માટે બનાવવી ગેરકાયદેસર છે. ઈઝરાયેલે કબજો કરાયેલ વેસ્ટ બેંકમાં ૧૨૧૫૯ ગેરકાયદેસર વસાહતોના બાંધકામ માટે પરવાનગી આપી છે. પેલેસ્ટીનીયન લીબરેશન ઓર્ગેનાઈઝેશને આ માહિતી આપી હતી. ગુરૂવારે ઈઝરાયેલી સરકારે વેસ્ટ બેંકમાં ફક્ત યહુદીઓ માટે ૩૨૧૨ નવા એકમો બનાવવા માટેની યોજનાને મંજૂરી આપી હતી. ઇઝરાયેલની આ યોજના એમણે ગયા મહિને યુએઈ અને બહેરીન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવા કરાયેલ સમજૂતી પછી જાહેર થઇ છે. આ કૃત્ય આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને યુ.એન. ઠરાવોનો ભંગ છે. અબુધાબી અને મનામાએ કહ્યું હતું કે, એમની સમજૂતી પછી ઇઝરાયેલ પોતાની વિસ્તારની યોજનાઓ પડતી મૂકશે. જેમણે પહેલેથી જ વેસ્ટ બેંકનો ૩૦ ટકા ભાગ કબજે કર્યો છે. જોકે ઈઝરાયેલના અધિકારીઓએ અને વડાપ્રધાન નેત્યાનાહુએ પણ કહ્યું હતું કે જોડાણની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે, પડતી મુકવામાં નથી આવી. વધુમાં ઇઝરાયેલના સત્તાવાળાઓએ ત્રણ લશ્કરી આદેશો બહાર પાડ્યા હતા જેમાં વેસ્ટ બેંકમાં આવેલ કબજે કરાયેલ જોર્ડન વેલીની ૨૭૦૦ એકર જમીન જપ્ત કરવા આદેશો કર્યા હતા. પૂર્વ જેરુસલેમ સમેત વેસ્ટ બેંકના વિસ્તારને આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ કબજે કરાયેલ વિસ્તાર માનવામાં આવે છે જેથી યહૂદીઓની બધી જ વસાહતો ગેરકાયદેસર છે.
ઇઝરાયેલે ૨૦૨૦માં પેલેસ્ટીનમાં ૧૨૦૦૦થી વધુ વસાહતી એકમો બનાવ્યા

Recent Comments