(એજન્સી) અલ-મુગ્તામા ન્યૂઝ, તા. ૨૨
ઈઝરાયેલી કબજો કરનાર સત્તાવાળાઓએ એક નિર્ણય બહાર પાડ્યો છે જેમાં પૂર્વ જેરૂસલેમના જર્રાહમાંથી ૪૦૦ પેલેસ્ટીનીઓ જેમાં મહિલાઓ અને બાળકો પણ છે એમને બળજબરીપૂર્વક એમના ઘરોમાંથી દૂર કરવામાં આવશે. જેરૂસલેમ બાબતોના વિશેષજ્ઞ ફખરી અબુ દિયાબે અલ-મુગ્તામા ન્યુઝ વેબસાઇટને જણાવ્યું હતું કે કબજો કરનાર સત્તાવાળાઓએ એક નિર્ણય બહાર પાડ્યું છે જેમાં ૨૮ બિલ્ડિંગોના ૮૦ કુટુંબોને એમના ઘરો ખાલી કરી યહૂદી વસાહતીઓને કબજો સોંપી દેવા જણાવ્યું છે. જેઓ આ બિલ્ડીંગોને સૈન્ય બેરેકોમાં પરિવર્તિત કરશે. અબુ દિયાબે ખુલાસો કરતા જણાવ્યું કે ઇઝરાયેલનો દાવો ખોટો છે કે આ બિલ્ડીંગોની માલિકી યહૂદી વસાહતીઓની છે. પેલેસ્ટીની કુટુંબો આ ઘરોમાં ૧૯૫૬થી રહી રહ્યા છે. ઈઝરાયેલી કબજો કરનારાઓનું નિર્ણય એક ગુનો અને હુમલો છે જેમનો ઉદ્દેશ્ય પેલેસ્ટીની નિવાસીઓથી આ વિસ્તાર ખાલી કરાવવાનું છે જેથી આ વિસ્તારમાં બહુમતી વસ્તી યહૂદી વસાહતીઓની થઇ જાય. ઈઝરાયેલી દળોએ આ વર્ષની શરૂઆતથી કબજે કરાયેલ જેરૂસલેમમાં ૧૭૬ પેલેસ્ટીનીઓના ઘરો તોડી નાંખ્યા હતા અને પવિત્ર શહેરમાં ૧૭૦૦૦ વસાહતી એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી.
ઇઝરાયેલ જેરૂસલેમના શેખ જર્રાહમાંથી ૪૦૦ પેલેસ્ટીનીઓને ખસેડશે

Recent Comments