(એજન્સી) લંડન,તા.૨૨
યુકે સરકારે બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટીશ જ્યુઈશ અને ઇઝરાયેલના રૂઢીવાદી મિત્રોના દબાણ હેઠળ આવી ઇઝરાયેલ અને કબજે કરાયેલ જેરુસલેમને પ્રવાસ સંબંધિત કોવિદ-૧૯ની એક સાપ્તાહિક માર્ગદર્શિકામાં એક દેશ તરીકે દર્શાવ્યું છે. ગઈકાલે બોર્ડે ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફ.સી.ડી.ઓ.)ના એક ટ્‌વીટની આલોચના કરી હતી જેમાં એફ.સી.ડી.ઓ.ની સુધારેલ યાદી મુકાઇ હતી જેમાં જેરુસલેમ અને ઇઝરાયેલને બે જુદા જુદા વિસ્તારો જુદા જુદા દેશો તરીકે દર્શાવ્યું હતું. જોકે આ યાદી અમેરિકાની વિદેશ નીતિ સાથે સુસંગત છે, પણ બોર્ડ જેઓ કેટલાક વર્ષોથી પેલેસ્ટીનીઓ ઉપર ઇઝરાયેલના કબજા અંગે તરફેણ કરે છે. એમણે યુકેની વિદેશી ઓફિસની ટીકા કરી હતી. એમણે લખ્યું હતું કે જેરુસલેમને જુદા દેશ તરીકે ગણવું તદ્દન અયોગ્ય છે. અમે આ મામલે યુકે સરકાર સાથે ચર્ચા કરી છે અને તેઓ તાત્કાલિક એમાં સુધારો કરશે. ઇઝરાયેલના રૂઢીવાદી મિત્રોના સંગઠનના સભ્યોએ પણ સરકારને જેરુસલેમ બાબત તાત્કાલિક સુધારો કરવા વિંનતી કરી છે. ઇઝરાયેલમાં પ્રવાસ માટે કરાયેલ જાહેરાત એક ખાસ સમાચાર છે. જોકે એફ.સી.ડી.ઓ.નું જેરુસલેમને ઇઝરાયેલથી જુદું દર્શાવવું એક ગુનો અને દુશ્મની છે. સી.એફ.આઈ.એ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જેરુસલેમ ઇઝરાયેલની રાજધાની છે. એને ઇઝરાયેલથી અલગ દર્શાવવી એક માત્ર કલ્પનાની વાત છે જેથી પ્રવાસ ગાઈડને તાત્કાલિક સુધારવી જ જોઈએ. ફરિયાદના પગલે એફ.સી.ડી.ઓ.એ સુધારેલ યાદી બહાર પાડી હતી જેમાં જેરુસલેમને ઇઝરાયેલનો ભાગ અને એક જ દેશ દર્શાવાયો હતો. જોકે યુકેની સ્થિતિ જેરુસલેમ માટે એની એ જ છે. એમાં કોઈ ફેરફાર નથી. યુકેની સ્થિતિ ૧૯૫૦થી યુ.એન.ના સુરક્ષા પરિષદના ઠરાવ ૨૪૨ (૯૧૬૭) મુજબ અને એ પછીના ઠરાવો મુજબ ઇઝરાયેલનો પશ્ચિમ જેરુસલેમ ઉપર અધિકાર છે અને પૂર્વ જેરુસલેમ ઉપર ઈઝરાયેલે કબજો કર્યો છે.