(એજન્સી)                                             લેબેનોન, તા.૨૯

ઇઝરાયેલના સત્તાવાળાઓએ અંતરરાષ્ટ્રીય સંસ્થાને એક સંદેશ  મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે અમે લેબેનોન સાથેના ઉત્તરીય વિસ્તારમાં તંગદિલી નહિ વધારવા પ્રયાસો કરીએ છીએ પણ જો જરૂર પડશે તો અમે મુકાબલો કરવા માટે પણ તૈયાર છીએ. દરમિયાનમાં લેબેનોનમાં સ્થિત યુ.એન.ના વચગાળાના દળોએ લેબેનોનના કબ્જા હેઠળના શીબા ફાર્મસ ઉપર સામસામે ગોળીબારો થયા પછી મહત્તમ અવરોધ જાણવી રાખવા બીજી રીતે વાત કહી હતી. એમના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે અમારા કમાન્ડરે પરિસ્થિતિનું ક્યાસ કાઢવા અને તંગદિલી ઘટાડવા માટે લેબેનોન અને ઇઝરાયેલ આમ બંને પક્ષો સાથે સંપર્ક કર્યું છે. સોમવારે ઈઝરાયેલી દળોએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલના ઉત્તરીય બોર્ડર ઉપર લેબેનોન સાથે યુદ્ધમાં સંકળાયેલ છે. એમણે  દાવો કર્યો હતો કે એક ત્રાસવાદી ગ્રુપે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કર્યું હતું. મળતી માહિતી મુજબ સીરિયામાં હિઝબોલ્લાહના એક લડવૈયાની ઈઝરાયેલી દળોએ હુમલો કરી હત્યા કરી હતી. આ ઘટનાનો બદલો લેવા માટે હિઝબોલ્લાહ ઇઝરાયેલ ઉપર હુમલો કરી બદલો લેવાની યોજના બનાવી રહ્યું છે.