(એજન્સી) દુબઇ, તા. ૨૦
યુએઇ, બેહરીન અને ઇઝરાયેલ વચ્ચે સંબંધોના સામાન્યીકરણને ફગાવતા એક નિવેદનમાં દાયેશે પોતાના સમર્થકોને સઉદી અરબની ઓઇલ પાઇપલાઇનો અને ફેક્ટરીઓ પર હુમલા કરવાની હાકલ કરી છે. આતંકી જૂથે કહ્યું છે કે, વોશિંગ્ટનમાં ગયા મહિને થયેલી કહેવાતી અબ્રાહમ સંધિ ઇસ્લામ સાથે વિશ્વાસઘાત છે અને સામાન્યીકરણની પ્રક્રિયામાં સહઅપરાધી બનવાનો રિયાધ પર આરોપ લગાવ્યો છે.
ટેલિગ્રામ સોશિયલ મીડિયા એપ પર પોસ્ટ કરાયેલી રેકોર્ડિંગમાં દાયેશના પ્રવક્તા અબુ હમઝા અલ-કુરેશીએ કહ્યું છે કે, ટાર્ગેટ ઘણા બધા છે પરંતુ અત્યાચારી શાસનના આવકના સ્ત્રોત એવા ઓઇલ પાઇપલાઇનો, ફેક્ટરીઓ અને અન્ય સુવિધાઓ પર હુમલાથી શરૂઆત કરો. પોતાના અખાતી દેશોનું અનુકરણ કરવા જતાં સઉદી અરબ અત્યંત દબાણમાં આવી ગયું છે અને તેણે યહૂદી શાસન સાથે સંબંધો સામાન્ય કરવાની શરૂઆત કરી છે. બીજી તરફ રિયાધ સતત કહેતું આવ્યું છે કે, ઇઝરાયેલ પેલેસ્ટીન પર પોતાના કબજાનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મુકે છે અને કેટલાક પગલાંની સમજૂતી થાય તે પહેલા પેલેસ્ટીનની વસાહતોને પરગાનગી આપશે.
ઇઝરાયેલ સાથે સંબંધો બાંધવા મુદ્દે સઉદી પર હુમલા કરવા દાયેશની સમર્થકોને હાકલ

Recent Comments