(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૩
ઇન્ડોનેશિયાથી સુરત આવેલા એક દર્દીને પાલિકાના આરોગ્ય અધિકારીઓ લઈ નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસી ગયા હતા.જને પગલે સ્થળ પરના અન્ય લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દર્દી ઇન્ડોનેશિયાથી આવ્યો હતો અને કોરોનાના લક્ષણો હોવાની શક્યતા છે. જેથી તેને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં લઈ જવાયા બાદ ટ્રોમા સેન્ટરમાના ડોક્ટરો અને પરિચરિકાઓ પણ અકળાયા હતા.
અત્રે નોંધનીય છે કે દર્દીને શંકાસ્પદ કોરોના હોવાની જાણ બાદ ટ્રોમા સેન્ટરમાં અન્ય દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.જોકે તાજેતરમાં ટ્રોમા સેન્ટરને બે ભાગમાં વહેંચી સિવિલ તંત્રની લાપરવાહી સામે રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાણાનીએ તમામનો ઉઘડો લીધો હતો.