(એજન્સી) તા.૮
સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને એક કાયદાશાસ્ત્રીએ જણાવ્યું કે અનેક દિવસની અશાંતિ પછી સોમવારે ઇરાકના કુર્દ સંચાલિત વિસ્તારમાં કુર્દ રાજનૈતિક દળોની વિરૂદ્ધ પ્રદર્શનો દરમ્યાન એક રક્ષકની ગોળી મારીને હત્યા કરી નાખી.
આ એક દુર્લભ ઘાતક ઘટના હતી જેમાં જાહેર ક્ષેત્રની વેતનની ચૂકવણીમાં વિલંબ પર ઈરાકના સ્વાયત્ત કુર્દિસ્તાન ક્ષેત્રને ચલાવનારી રાજનૈતિક દળોની વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન સામેલ હતા.
એક સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ સહિત અધિકારીઓએ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓને કુર્દિસ્તાન ડેમોક્રેટીક પાર્ટીની ઓફિસ પર હથિયારબંધ લોકો દ્વારા ગોળી મારવામાં આવી હતી. જે સુલેમાનિયા શહેરના પશ્ચિમ ચમચમાલ શહેરમાં છે. પ્રદર્શનકારીઓએ સુલેમાનિયાની આસપાસ અને આસપાસના રસ્તાઓ પર અનેક દિવસો માટે પોતાની સેલેરીની માંગ કરી અને કુર્દિસ્તાનના કેડીપી અને દેશભક્ત સંઘની ટીકા કરી, જે સુલેમાનિયા વિસ્તારને નિયંત્રિત કરે છે. ઈરબિલમાં સ્થિત કેડીપી વર્ચસ્વવાળી કુર્દ ક્ષેત્રીય સરકાર, કોરોના મહામારી દરમ્યાન એક રાષ્ટ્રવ્યાપી આર્થિક સંકટની ચપેટમાં આવી ગઈ છે, જેણે ઈરાકના તેલ મહેસૂલમાં ઘટાડો જોયો છે. ઈરાક કુર્દ ક્ષેત્રોમાંથી દરરોજ લગભગ રપ૦૦૦૦ બેરલ સહિત લગભગ તમામ રાજ્ય મહેસૂલ માટે તેલ નિકાસ પર આધાર રાખે છે.