(એજન્સી) રશિયા ટુડે,તા.૬
ગઈકાલે સેંકડો પ્રદર્શનકારીઓ દેશના દક્ષિણ પ્રાંત દહીકારમાં મ્યુનિસિપલ બિલ્ડીંગની બહાર ગવર્નર નાઝેમ અલ-વએલીની બરતરફીની માંગણી સાથે ધરણા પર બેસી ગયા હતા. રશિયા ટુડેએ સમાચારો આપ્યા હતા કે પ્રદર્શનકારીઓએ ધમકી આપી હતી કે જો બિલ્ડીંગને ફરીથી ખોલવામાં આવશે તો તેઓ વિરોધો વધારશે. એમના હાથોમાં અલ-વએલીના ફોટાઓ હતા જેમાં એમના ચહેરા પર લાલ ક્રોસ કરાયો હતો. ગયા મહિને દહીકારમાં એક અન્ય વિરોધ પ્રદર્શન કરાયું હતું. જે પોપુલર મૂવમેન્ટ પાર્ટીના નેતાના અપહરણના વિરોધમાં હતો આ નેતાએ સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂક્યા હતા. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં યુવાઓને નોકરીઓ આપવાની માંગણી સાથે રાજ્યવ્યાપી ભ્રષ્ટાચારના વિરોધમાં થયેલ પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓએ દહીકાર તેલ કંપનીને બંધ કરાવ્યું હતું અને ત્યાં જતા કર્મચારીઓને બિલ્ડીંગમાં જવા રોક્યા હતા.