(એજન્સી) તહેરાન/ નવી દિલ્હી, તા.૯
યુનિવર્સિટીના એક ગ્રુપના પ્રોફેસરો, વકીલો અને જજોએ ઈરાનના રાજદૂત અસ્સાદોલ્લાહ અસ્સાદી સાથે સમર્થન જાહેર કર્યું જેમની ધરપકડ જર્મનીમાં સીમા ઓળંગતા કરવામાં આવી હતી. એમણે નોંધ્યું કે બેલ્જિયમમાં કરાયેલ અસ્સાદીની ધરપકડ ૧૯૬૧ની વિયેના સમજૂતીનો ભંગ છે અને એ સાથે ડિપ્લોમેટિક વર્તનનો પણ ભંગ છે, અસ્સાદીની તાત્કાલિક મુક્તિની માંગણી માટે એમણે યુએનને દરમિયાનગીરી કરવા વિંનતી કરી. ૧ જુલાઈ ૨૦૧૮ના રોજ ઈરાન દૂતાવાસના ત્રીજા કાઉન્સિલરની ધરપકડ જર્મનીની સરહદ ઓળંગતા ઓસ્ટ્રિયામાં કરાઈ હતી. બેલ્જિયમની કોર્ટે મનઘડંત આરોપોથી ધરપકડ વોરંટ જારી કર્યો હતો જેના લીધે આ પગલા સામે પ્રશ્ન કરાયું હતું. જેના પગલે ઓસ્ટ્રિયન સરકારે એમનો ડિપ્લોમેટિક દરજ્જો રદ્દ કર્યો હતો અને એમનું બેલ્જિયમને પ્રત્યાર્પણ કરાયો હતો. બે વર્ષ પછી જુલાઈ ૨૦૨૦માં કેસ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મીડિયાને મોકલાવેલ નિવેદનમાં ગ્રુપે કહ્યું છે કે ડિપ્લોમેટિક કાયદાઓ હેઠળ દૂતાવાસના રાજકીય સ્ટાફને ઘણી બધી છૂટછાટો મળેલ છે. ૧૯૬૧ની વિયેના સમજુતી મુજબ ડિપ્લોમેટિક એજન્ટને ફોજદારી ન્યાયિક ક્ષેત્રાધિકારમાંથી મુક્તિ મળેલ છે. એમની ધરપકડ કરી શકાતી નથી. જે દેશમાં ફરજ બજાવતા હોય એ દેશમાં એમને સંપૂર્ણ માન સન્માન મળવું જોઈએ. એમનું રક્ષણ થવું જોઈએ. જો કોઈ કારણના લીધે એજન્ટ ત્રીજા દેશમાં ગયો હોય તો તે સંજોગોમાં ત્રીજા દેશે પણ એમની સાથે એ જ રીતે વર્તન કરવાનું હોય છે. જે રીતે બીજા દેશમાં કરવામાં આવે છે અને એમણે એ જ પ્રકારની મુક્તિઓ મળવી જોઈએ. એમણે જણાવ્યું છે કે અસ્સાદી ઈરાનના રાષ્ટ્રપતિની સત્તાવાર મુલાકાત સંદર્ભે વિયેના જઈ રહ્યો હતો જ્યાં એમના સ્વાગતની તૈયારીઓ કરવાની હતી. એ જ્યારે વિયેનામાં ઈરાનના દૂતાવાસ તરફ જઈ રહ્યો હતો ત્યારે એમની ગેરકાયદેસર રીતે જર્મનીની પોલીસે ધરપકડ કરી હતી. અમે જર્મન અને બેલ્જિયમના પગલાંઓને વિયેના સમજૂતીનો ભંગ ગણાવીએ છીએ અને એમની મુક્તિની માંગણી કરીએ છીએ. અમે ઈરાનના વિદેશ મંત્રાલયને પણ વિંનતી કરીએ છીએ કે તેઓ આ મુદ્દો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરે અને આ બે દેશો સામે દાવો કરે.