(એજન્સી) તા.૧૩
ઇરાને કોરોનાથી પાછલા ૨૪ કલાકમાં દૈનિક રેકોર્ડ ૨૭૨ મૃત્યુ નોંધ્યા.
આરોગ્ય મંત્રાલયના પ્રવકતા સિમાર સઆદત લારીએ જણાવ્યું કે પાછલા ૨૪ કલાકમાં ૪૨૦૬ નવા કેસ સામે આવતા કુલ સંખ્યા ૫,૦૪૨૮૧ થઇ ગઇ છે. ઇરાની આરોગ્ય અધિકારીઓએ મહામારીની ત્રીજી લહેર વિશે ચેતવણી આપી છે. જ્યારે સરકારે નિયમ ઉલ્લંઘનને કેસમાં વધારા માટે જવાબદાર ગણાવ્યા છે. શનિવારે રાજધાનીમાં જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જાહેરાત કરી કે ઉલ્લંઘન કરનારાઓ પર દંડ ફટકારવામાં આવશે. ઇરાની મીડિયાએ જણાવ્યું કે ટ્રીબ્યુનલ અન્ય મોટા શહેરમાં જાહેરમાં માસ્ક ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે.