(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
ઇઝરાયેલ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં કબજે કરાયેલ વેસ્ટબેંકના એક ગામને નષ્ટ કરવા બદલ મુસ્લિમ અમેરિકન કોંગ્રેસ મહિલા ઈલ્હાન ઓમરે ગઈકાલે ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ બદલ આલોચના કરી. પેલસ્ટીયનના વડા પ્રધાન મોહમ્મદ શતાય્યેહે ઈઝરાયેલી સેના ઉપર હોમ્સ અલ-બકિયા ગામને સંપૂર્ણ નાશ કરવાના કૃત્યની આલોચના પછી ઓમરે આ ટીકા કરી હતી. ગામને નાશ કરતા ૮૦ જેટલા લોકો ઘરવિહોણા થઇ ગયા છે. એક ટ્‌વીટમાં ઓમરે લખ્યું કે, “આ એક ગંભીર ગુનો છે જે સીધું જ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. જો તેઓએ અમેરિકાના સાધનોનો આ કૃત્ય માટે ઉપયોગ કર્યો હોય તો એ અમેરિકન કાયદાઓનો પણ ભંગ છે. અમેરિકાના કાયદાઓ અમેરિકા દ્વારા અપાયેલ નાણા અથવા સાધનોનો ઉપયોગ જો આવા કૃત્યો માટે કરાય છે તો એ યુદ્ધ ગુનાઓ છે જેની ઉપર પ્રતિબંધ મુકાયેલ છે. ઓમરે લખ્યું કે એક કોમ સંપૂર્ણપણે હવે ઘરવિહોણી થઇ ગઈ છે જેથી તેઓ હંમેશ આઘાતમાં જ રહેશે. અમેરિકા કોઈ પણ સ્થળે વંશીય નષ્ટિકરણને પ્રોત્સાહન આપતો નથી. ઇઝરાયેલ આવા કૃત્યો વારંવાર કરે છે અને લોકોને સામૂહિક રીતે સજા આપે છે જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનો ભંગ છે. ઓમર પેલેસ્ટીની સમર્થક છે અને આ પહેલા ઇઝરાયેલ ઉપર કરાયેલ આલોચનાથી એમની ટીકા થઇ હતી. ઓગસ્ટ ૨૦૧૯માં ટ્રમ્પના કથિત દબાણના લીધે એમને અને પેલેસ્ટીન અમેરિકન મિશિગનના પ્રતિનિધિને ઇઝરાયેલમાં પ્રવેશ આપવા ઇનકાર કરાયો હતો. ઓમર ગૃહમાં રિપબ્લિકન ઉમેદવાર આફ્રિકન અમેરિકન ધંધાર્થીને હરાવી બીજી વખત ચૂંટાઈ આવી છે. એ સ્ક્વૈદની સભ્ય પણ છે જેમને ડાબેરી અને ઇઝરાયેલના વિરોધીઓ કહેવામાં આવે છે.