(એજન્સી) દુબઇ, તા.૧૦
દુબઇ સ્થિત કંપની માટે કામ કરનાર કર્ણાટકની એક વ્યક્તિની ઇસ્લામનું અપમાન કરવા બદલ હકાલપટ્ટી કરવામાં આવી છે અને હવે એ શખ્સ જેલની સજાનો સામનો કરી રહ્યો છે. ઇસ્લામનું અપમાન કરવા બદલ નોકરીએથી બરતરફ કરવામાં આવ્યું ત્યારથી રાકેશ બી કિટ્ટુરમથ પોતાની કટ્ટરતા બદલ માફી માગી રહ્યો છે અને કહે છે કે તે બધા ધર્મોનો આદર કરે છે. કર્ણાટકના રાનેબેન્નુરીનો મૂળ વતની રાકેશ બી કિટ્ટુરમથ દુબઇમાં હેડક્વાર્ટર ધરાવતી એમ્રિલ સર્વિસ માટે કામ કરે છે. કંપનીના સીઇઓ સ્ટુઅર્ટ હેરિસને ગલ્ફ ન્યૂઝને કહ્યું કે કિટ્ટુરમથને નોકરીએથી કાઢી મૂકવામાં આવ્યો છે અને હવે દુબઇ પોલીસને તેને સોપી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેરિસનને એક કહેતા ટાંકવામાં આવ્યા છે કે તાકીદની અસરથી કિટ્ટુરમથની નોકરીએથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રાકેશ બી કિટ્ટુરમથને દુબઇ પોલીસને સોંપી દેવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે આવા હેટ ક્રાઇમ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. દુબઇ પોલીસ દ્વારા ધરપકડનો સામનો કરી રહેલા રાકેશ બી કિટ્ટુરમથે ઇસ્લામનું અપમાન કરવા બદલ જાહેરમાં માફી માફી માગી છે અને કહ્યું કે આ તેની ભૂલ હતી અને હું બધા ધર્મોનો આદર કરૂં છું. કોઇ પણ ધર્મ વિશે તેના ખરાબ વિચારો નથી. ઇસ્લામનું અપમાન કરવા બદલ હું માફી માગું છું.