લાહોર, તા.૩૦
શોએબ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે ૩૦ મેથી વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમવા ગઈ છે.
પાકિસ્તાનનો અનુભવી બેટ્‌સમેન શોએબ મલિક વ્યક્તિગત કારણોથી ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી ૧૦ દિવસ માટે સ્વદેશ પરત ફરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે આ જાણકારી આપી હતી.
પીસીબીએ એક નિવેદનમાં કહ્યું, ‘પાકિસ્તાન ક્રિકટ ટીમ મેનેજમેન્ટ શોએબ મલિકને રજા આપી જેથી તે સ્વદેશ પરત ફરીને ઘરેલૂ મુદ્દાને ઉકેલી શકે.’ તેના ૧૦ દિવસમાં ટીમ સાથે જોડાવાની સંભાવના છે.
પરંતુ બોર્ડે આ અનુભવી ક્રિકેટરને આ પ્રકારથી રજા આપવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. નિવેદન અનુસાર, ‘પીસીબી આગળ કોઈ ટિપ્પણી કરશે નહીં અને તમામ સંબંધિત લોકો પાસેથી શોએબની ગોપનીયતાનું સન્માન કરવાની આશા કરે છે.’