નવી દિલ્હી, તા.૧૦
ભારત આ વર્ષ જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન ઈંગલેન્ડના પ્રવાસ પહેલાં જૂનમાં આયરલેન્ડમાં બે ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે જે તેનો ર૦૦૭ બાદ આ દેશનો પ્રથમ પ્રવાસ હશે. બીસીસીઆઈ અનુસાર આ ટી-ર૦ મેચ ડબ્લીનમાં ર૭ જૂન અને ર૯ જૂનના રોજ રમાશે. ભારતે આ પહેલાં ર૦૦૭માં આયરલેન્ડનો પ્રવાસ કર્યો હતો અને બેલફાસ્ટમાં એક વન-ડે મેચ રમી હતી. એમાં તેણે ડકવર્થ લુઈસ પદ્ધતિથી નવ વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે ટી-ર૦માં અત્યાર સુધી આયરલેન્ડ સામે ફકત એક જ મેચ રમી છે. આ મેચ ર૦૦૯ વિશ્વ ટી-ર૦ દરમ્યાન નોટિધમમાં રમાઈ હતી. આયરલેન્ડ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-ર૦ મેચ રમશે.