(એજન્સી) ભોપાલ,તા.૭
મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી ઈમરતી દેવીના બાળકોને ઈંડા ખવડાવાના આદેશ પર ચર્ચા ઝડપી થઈ ગઈ છે. જૈન અને બ્રાહ્મણ સમાજ તેનો વિરોધ કરી રહ્યા છે. રવિવોર ઈમરતી દેવીએ જણાવ્યું કે, અમે કૂપોષણ સમાપ્ત કરવા ઈચ્છીએ છીએ, જેને ઈંડા ખાવા હોય તે ખાય અને જેને ના ખાવા હોય તે ના ખાય. અમે બળજબરીપૂર્વક ઈંડા આપવા જઈ રહ્યા નથી. બીજી તરફ ભાજપની દલીલ છે કે મુખ્યમંત્રીના સ્તર પર આ વિશે કોઈ નિર્ણય થયો નથી. પાર્ટી સત્તાપક્ષ અથવા વિપક્ષમાં રહેતા ઈંડા ખવડાવવાના પક્ષમાં પહેલા પણ રહી નથી.
બધા કહે છે સન્ડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે : મંત્રી
રવિવારે પત્રકારોએ ઈમરતી દેવીને કૂપોષણ સમાપ્ત કરવા માટે આંગણવાડીઓમાં બાળકોને ભોજનમાં ઈંડા આપવાની યોજના પર પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે, આ તો બધા કહે છે કે સન્ડે હો યા મન્ડે રોજ ખાઓ અન્ડે. ડૉક્ટર પણ કહે છે કે સારા આરોગ્ય માટે ઈંડા ખાવા સારાં છે. જે ઈંડા ખાવા ઈચ્છતા નથી, તેમને કેળા અથવા અન્ય કોઈ પૌષ્ટિક આહાર આપવામાં આવશે. ર૦૧૪માં મેં મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો તો જોયું કે કૂપોષણ સમાપ્ત કરવા માટે ત્યાં ઈંડા આપવામાં આવે છે. કૃષ્ણા ગૌર ભાજપના વિરોધ છતાં પાર્ટીની પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય કૃષ્ણા ગૌર પણ ઈમરતી દેવીના સમર્થનમાં આવી છે અને તેમણે જણાવ્યું કે જે નિર્ણય સરકારનો હશે તે જ મારો હશે. હું દરેક નિર્ણયમાં સરકારની સાથે છું.
કમલનાથ સરકારે ભર્યા પગલાં
કોંગ્રેસ ત્યાં મંત્રી ઈમરતી દેવીના નિવેદન પર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા દુર્ગેશ શર્માનું કહેવું છે કે કૂપોષણ દૂર કરવા માટે સાર્થક પગલાં ભરવાં જોઈએ. કમલનાણ સરકારે આ દિશામાં જે પગલાં ભર્યા હતાં, તેને જ ભાજપ સરકાર આગળ વધારી રહી છે. મધ્યપ્રદેશ ભાજપ પ્રવક્તા રજનીશ અગ્રવાલે જણાવ્યું કે ભાજપનું વલણ બદલાયું નથી. મુખ્યમંત્રી સ્તર પર સરકારે આ વિશે કોઈ નિર્ણય લીધો નથી. મંત્રી સ્વયં સંગઠન અને મુખ્યમંત્રી સાથે વાત કરવાની વાત કહી રહ્યા છે. ભાજપના સ્તર આ મુદ્દે અત્યારે કોઈ પરિવર્તન નથી.