(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૧
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૭ લોકોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દુનિયાભરમાં હાહકાર મચાવનારી કોરોના વાયરસની બિમારીને કારણે ભારતમાં પણ કહેર મચાવવા શરૂ કર્યું છે. જેમાં હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ વધવા અને મૃત્યુ આંક વધવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં હવે ભરૂચ જિલ્લામાં પણ ૭ જેટલા લોકોના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ઈખર ગામમાં તામિલનાડુથી આવેલ જમાતના ૧૧ લોકો પૈકી ૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સાંજના વધુ એકનો રિપોર્ટ આવતાં ઈખરના પાંચ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે જંબુસરના દેવલા ગામના બે લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેમને પણ વિશેષ બનાવેલી જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.