(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૩
કવાંટ તાલુકાના વાકાનેર ગામમાં ખેતરમાં સૂઈ રહેલા યુવાનને અજાણ્યા ઈસમે હુમલો કરી ગાલના ભાગે કુહાડી મારીને હુમલાખોર નાસી છૂટ્યો હતો. કવાંટ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાકાનેર ગામમાં ખેતરમાં રાત્રે પ્રકાશભાઈ વદેસિંગભાઈ રાઠવા અને તેમના પત્ની ભનતીબેન મકાઈ સાચવવા માટે ગયા હતા. રાત્રીના સમયે મોડે સુધી જાગ્યા હતા અને ત્યારબાદ સૂઈ ગયા હતા. વહેલી સવારે પ વાગ્યાની આસપાસ તેઓની પથારી નજીકમાં પગલાનો અવાજ આવતા ભનતીબેન જાગી ગઈ હતી અને પતિ પ્રકાશભાઈને જગાડવા જતાં તેમના ડાબા ગાલ પાસે કોઈ કુહાડી મારેલી હતી અને લોહી નીકળતું હતું. કુહાડી લાકડા સાથે જ ફસાઈ ગઈ હતી. આજુબાજુ તપાસ કરતાં કોઈ જોવા મળ્યું નહોતું. પરંતુ નજીકમાં રોડ ઉપરથી એક ઈસમ સેલથી બાઈક લઈને ગામ તરફ જતાં જોવા મળ્યો હતો. પત્નીએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને ગાલમાં કુહાડી સાથે જ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો અને ગાલમાંથી કુહાડી કાઢવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત યુવાનને ગાલમાં કુહાડી સાથે જ હોસ્પિટલ લઈ જવાયો

Recent Comments