અમરેલી,તા.૨૬
અમરેલીમાં ગઇરાત્રીના ગઢની રાંગ પાસે રોડ ઉપરથી શરીરે તથા માથાના ભાગે ઇજા થયેલ હાલતમાં અજાણ્યો યુવાન મળી આવતા ૧૦૮ મારફત સારવારમાં ખસેડતા આ યુવાનનું રાજકોટ સારવારમાં લઇ જતા મોત નિપજેલ હતું.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના ગઢની રાંગ જુમ્મા મસ્જિદ સામેના રોડ ઉપર ગઇરાત્રીના એક અજાણયા યુવાન ઇજા થયેલ હાલતમાં પડેલ હોવાની જાણ ૧૦૮ને કોઈએ કરતા ૧૦૮ દ્વારા અજાણ્યા યુવાનને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસડેલ હતો માથાના પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા હોવાંથી અજાણ્યા યુવાનને વધુ સારવારમાં માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો.
પરંતુ ત્યાં તેનું સારવારમાં મોત થયેલ હતું. જેથી અમરેલી પોલીસ રાજકોટ દોડી ગઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણાએ જણાવાયું હતું કે, મરનાર યુવાન મૂળ પોરબંદરનો અને હાલ રાજકોટમાં રહેતો મયુર દિનેશભાઇ સાંકળિયા ઉવ-૨૮નો હોવાનું જણાવ્યું હતું અને મરનાર હોટલમો રહેતો હોઈ અને અપરણિત હોવાનું જણાવ્યું હતું. આ અંગે અમરેલી પોલીસે મરનાર યુવાનું મોત અકસ્માતથી થયેલ છે કે કોઈએ તેને મારી નાખેલ છે તે પીએમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે. આ અંગે સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.