ડ્યુનેડીન, તા. ૭
ડ્યુનેડીન ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડ ઉપર ત્રણ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ૫ વિકેટે જીત મેળવી લીધી હતી. આજની મેચની રમતની મુખ્ય વિશેષતા ન્યુઝીલેન્ડના ટેલરની ભવ્ય સદી રહી હતી. ટેલરે ૧૪૭ બોલમાં ૧૭ ચોગ્ગા અને ૬ છગ્ગાના મદદથી ઝંઝાવતી ૧૮૧ રન બનાવ્યા હતા. આ ઉપરાંત લાથમે ૬૭ બોલમાં બે ચોગ્ગા અને ૩ છગ્ગાના મદદથી ૭૧ રન બનાવ્યા હતા. ઝંઝાવતી સદી ફટકારનાર ટેલરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ટેલરે વનડે કરિયરની ૧૯મી સદી ફટકારી હતી. આ સદીની મદદથી ઈેગ્લેન્ડની ટીમને હાર આપવામાં સફળતા મળી હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડે અનેક રેકોર્ડ પોતાના નામ પર જોડી લીધા હતા. ટેલરે તોફાની બેટિંગ કરી હતી. ટેલરે આ રેસમાં સચિન તેન્દુલકર અને સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા હતા. સચિને ૨૦૧ ઇનિગ્સમાં ૧૯ સદી ફટકારી હતી. જ્યારે સૌરવ ગાંગુલીએ ૨૦૩ ઇનિગ્સમાં ૧૯ સદી ફટકારી હતી. ટેલરે ૧૯૦મી ઇનિગ્સમાં ૧૯મી સદી ફટકારી હતી. હાસિમ અમલાએ ૧૦૪ ઇનિગ્સમાં ૧૯ સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૧૨૪ ઇનિગ્સમાં ૧૯ સદી ફટકારી છે.
ડ્યુનેડિન : સ્કોરબોર્ડ
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ
રોય – કો. સેન્ટનર
બો. સોઢી ૪૨
બેરશો- કો.સાઉથી
બો.મુનરો ૧૩૮
રુટ- કો. લાથમ
બો. સાઉથી ૧૦૨
બટલર- કો એન્ડ
બો. સોઢી ૦૦
મોર્ગન- કો.મુનરો
બો. બોલ્ટ ૦૫
સ્ટોક્સ – કો. નિકોલસ
બો. સોઢી ૦૧
અલી- કો.સાઉથી
બો. સોઢી ૦૩
વોક્સ- કો. બોલ્ટ
બો.મુનરો ૦૩
રશીદ- બો.બોલ્ટ ૧૧
કુરેન- અણનમ ૨૨
વુડ- અણનમ ૦૩
વધારાના ૦૫
(૫૦ ઓવરમાં ૯ વિકેટે)
૩૩૫
પતન : ૧-૭૭, ૨-૬૭, ૩-૨૬૭, ૪-૨૩૪, ૫-૨૭૬, ૬-૨૮૦, ૭-૨૮૮, ૮-૩૦૫, ૯-૩૧૩.
બોલિંગ
સાઉથી ૧૦-૦-૮૭-૧
બોલ્ટ ૧૦-૦-૫૬-૨
ગ્રાન્ડહોમ ૨-૦-૨૩-૦, સેન્ટનર ૧૦-૦-૫૭-૦
સોઢી ૧૦-૧-૫૮-૪
મુનરો ૮-૦-૫૩-૨
ન્યુઝીલેન્ડ ઇનિંગ્સ
ગુપ્ટિલ- કો.સ્ટોક્સ
બો.વોક્સ ૦૦
મુનરો- એલબી બો.વુડ ૦૦
વિલિયમસન- કો.બટલર
બો.સ્ટોક્સ ૪૫
ટેલર- અણનમ ૧૮૧
લાથમ- કો.અલી
બો.કુરેન ૭૧
ગ્રાન્ડહોમ- કો. વોક્સ
બો. કુરેન ૨૩
નિકોલસ- અણનમ ૧૩
વધારાના ૦૬
(૪૯.૩ ઓવરમાં ૫ વિકેટે)૩૩૯
પતન : ૧-૦, ૨-૨, ૩-૮૬, ૪-૨૭૩, ૫-૩૦૩.
બોલિંગ વોક્સ ૮-૨-૪૨-૨
વુડ ૮-૦-૬૫-૧
રસીદ ૧૦-૦-૭૪-૦
કુરેન ૮.૩-૦-૫૭-૨
સ્ટોક્સ ૭-૦-૪૫-૧
અલી ૮-૦-૫૨-૦