(એજન્સી) તા.૧૫
ઈજિપ્તના પ્રતિબંધિત જૂથ ‘મુસ્લિમ બ્રધરહૂડ’ના ર્સ્વોચ્ચ નેતા અને માર્ગદર્શક મોહમ્મદ બદીનેે એક ઈજિપ્તી કોર્ટ દ્વારા જેલમાં આ જીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. અદાલતે ૨૦૧૩ની એક હિંસક ઘટનાના મામલે આ સજા સંભળાવી હતી એમ રાજ્ય મીડિયાએ જણાવ્યું. બદીની સાથે શનિવારે મોહમ્મદ અલ-બેલટગી, સફવત હિજાઝી અને જૂથના અન્ય નવ નેતાઓને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી, દરિયાકાંઠાના બંદર સઈદ પ્રાંતમાં પોલીસ સ્ટેશનની ઘટના અંગેની ફરિયાદમાં ફરી કાર્યવાહીમાં આ ફેંસલો સંભળાવયો હતો. જેના પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીને હાંકી કઢાયા હતા. ઝિન્હુઆ ન્યુઝ એજન્સીએ રાજ્યના સંચાલિત અહરામના હવાલાને ઓનલાઈન ટાંકીને એમ જણાવ્યું હતું. એહરામ ઓનલાઈને ઉમેરતા કહ્યું કે ૨૦૧૭માં કેસની અદાલતે આરોપીઓ સામે અગાઉની જેલની સજા રદ કરી હતી અને તેમની ફેર સુનાવણીનો આદેશ આપ્યો હતો. કાર્યવાહીમાં પ્રતિવાદીઓના ઉપર પાંચ લોકોની હત્યા, ૭૦ અન્ય લોકોની હત્યાનો પ્રયાસ, જાહેર સંપત્તિમાં તોડફોડ, બંદર અલ-સઈદ અલ-ઈરાબ પોલીસ સ્ટેશનમાંથી હથિયારો અને દારૂગોળાની ચોરી અને હિંસા અને અંધાધૂધી ભડકાવવાના આરોપ મૂકાયા હતા. આ સજાની સુનાવણી અંતિમ નથી અને સજાને હજી પણ કેસની કોર્ટ આગળ પડકારવામાં આવી શકે છે. ઈજિપ્તીયન કાયદા અનુસાર આજીવન કેદ એટલે ૨૫ વર્ષની જેલ છે. મુસ્લિમ બ્રધરહૂડના ૨૦૧૦માં ચૂંટાયેલા આઠમાં પ્રમુખ બદીને એક બીજા કેસમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, ૨૦૧૩માં પાટનગર કૈરોમાં દસ લોકોની હત્યાના આદેશ આપવા બદલ આ મૃત્યુદંડ ફટકારાયો હતો. હિંસા સંબંધિત આરોપોમાં તેને આજીવન કેદની સજાના ચુકાદા પણ સંભળાવાયા હતા, તેની કુલ સજા ૧૦૦ વર્ષથી વધુ થાય છે. ઓગસ્ટ ૨૦૧૫માં બદીને અને મુસ્લિમ બ્રધરહૂડના અન્ય ૯૪ નેતાઓને આજીવન કેદની સજા પોર્ટ સઈદ ફોજદારી અદાલત દ્વારા અપાઈ હતી, જેમાંથી ૧૯ને ગેરહાજરીમાં સજા કરાઈ હતી, જ્યારે ૭૬ ભાગેડુ તરીકે વોન્ટેડ જાહેર કરાયા હતા. બીજા અન્ય વધારાના ૨૮ આરોપીને ૧૦ વર્ષની સજા કરાઈ હતી અને આજ કેસમાં ૬૮ આરોપીઓને આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.