(એજન્સી) કૈરો, તા.ર૦
ઈજિપ્તની સુપ્રીમ મીડિયા રેગ્યુલેટરી કાઉન્સિલે એવા પ૦ મુસ્લિમ વિદ્વાનોની યાદી જાહેર કરી દીધી છે જેમણે બ્રોડકાસ્ટર મારફતે ફતવા જાહેર કરવાનો અધિકાર મળશે. જો કે અચરજ પમાડતી વાત તો એ છે કે, આ યાદીમાં એવું નથી કે ઈજિપ્તના બ્રોડકાસ્ટરો પર જીવંત કાર્યક્રમોમાં ભાગ લેવા આવતાં પુરૂષ કે મહિલા વિદ્વાનોને વધારે મહત્ત્વ આપતાં તેમને સ્થાન અપાયું છે. યાદીમાં અલ- અઝહરના વિદ્વાન પુરૂષ મહિલાઓને વધારે મહત્ત્વ અપાયું છે કે, નહીં તે અંગે હજુ સુધી એ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સાથે આ યાદીમાં કયા કયા લોકોનું સમાવેશ કરવામાં આવ્યું છે. તે પણ જણાવાયું નથી. મીડિયા રેગ્યુલેટરે જણાવ્યું કે આ પગલાં ભરવાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે એવા બિનજરૂરી ધાર્મિક વિદ્વાનોને અટકાવી શકાય જે મનફાવે તેમ ફતવા જાહેર કરી ગમે ત્યારે બિનજરૂરી હોબાળો સર્જી નાખતા હતા. આ સંસ્થાના વડા મકરમ મોહમ્મદ અહેમદે સ્થાનિક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે એક વિવાદાસ્પદ ફતવો જાહેર કરવામાં આવ્યો કે પુરૂષ તેની મૃત પત્નીના દેહ સાથે જાતીય સંબંધો બાંધી શકે છે. તેના બાદ અમારે આ યાદી તૈયાર કરવાની ફરજ પડી છે. અહેમદે કહ્યું કે, જો કે આ યાદીમાં વધુમાં વધુ નામ ઉમેરવામાં આવશે જે અલ-અઝરની વિનંતીને આધારે તૈયાર કરાશે. અલ-અઝહર ઈજિપ્તની ટોચની ધાર્મિક સંસ્થાન છે. અલ-અઝરના વિદ્વાનો જેવા કે ખાલિદ એલ જેન્ડી, સાદ અલ-દિને અલ- હિસાલી, સોદ સાલેહ, ઓસામા અઝહરી અને અહેમદ કરીમા આ યાદીમાંથી બાકાત રખાયા છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી અવાર-નવાર ટીવી કાર્યક્રમોમાં ભાગ લેવાને કારણે પ્રસિદ્ધ છે. અહેમદે કહ્યું કે, બધા જ ધાર્મિક ટીવી કાર્યક્રમો જેવા ચાલતા હતા તેઓ એવી જ રીતે ચાલતા રહેશે પરંતુ હવે તેઓ કોઈપણ પ્રકારના ફતવા વિશે ચર્ચા નહીં કરી શકે. જો કે સંસ્થાએ આ મામલે બ્રોડકાસ્ટરોને પણ ચેતવણી આપી દીધી છે.