(એજન્સી) તા.૧૯
ઈજિપ્તની એક અદાલતે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસી અને પ્રતિબંધિત સંગઠન મુસ્લિમ બ્રધરહુડ (એમબી)ના અન્ય ૮૮ સભ્યોની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો એમ એક ન્યાયતંત્રના સ્ત્રોતે જણાવ્યું હતું. નામ જાહેર ન કરવાની શરત સાથે, એક સ્ત્રોતે એએફપીને જણાવ્યું હતું કે તાત્કાલિક બાબતોની કોર્ટે બ્રધરહુડના ૮૯ નેતા અને સભ્યોની સંપત્તિને જપ્ત કરવાના આદેશ આપ્યા હતા અને તેને ટ્રેઝરીમાં ટ્રાન્સફર કરવા સૂચવ્યું હતું. જેલમાં છ વર્ષ ગાળ્યા પછી મોરસી જૂન ર૦૧૯માં ચાલુ કેસ દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. તેના પરિવારને વારસામાં મળનારી સંપત્તિ પર જપ્તી લાગુ પડે છે. આ પગલું એમબીના સર્વોચ્ચ માર્ગદર્શક મોહમ્મદ બદી, તેમના નાયબ ખૈરાત-અલ-શાતેર અને પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ બેલ્ટગીને નિશાનો બનાવે છે જે બધા જ કેદમાં છે. સ્ત્રોતે સંપત્તિના મૂલ્યાંકન અંગે સ્પષ્ટ કર્યું નહોતું. આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોની સંપત્તિ અને સંગઠન દ્વારા તેની વ્યવસ્થા અને સંચાલન પર ર૦૧૮નો કાયદો લાગુ કરવાના આરોપ સાથે આ જપ્તી ઘણી અન્યોમાંથી એક છે જે કમિશન દ્વારા પ્રારંભ કરાઈ છે. ઈજિપ્ત એમબીના હજારો સભ્યો અને સમર્થકોને જેલમાં ધકેલી દીધા છે. ર૦૧૩માં એમબીને એક આતંકવાદી સંગઠન તરીકે બ્લેક લિસ્ટ કરાઈ હતી અને ડઝનોને મૃત્યુદંડ ફટકારાયો હતો. જ્યારે અન્યો દેશ છોડીને નાસી ગયા હતા.