(એજન્સી) તા.૩
ગયા અઠવાડિયે ઈજિપ્તના નૌકાદળ દ્વારા માર્યા ગયેલા ૨ પેેલેસ્ટીની માછીમારોની માતાએ કૈરોને તેના બાકી બચેલા પુત્રને મુક્ત કરવાની હાકલ કરી હતી, જેની આજ માછીમારીની મુસાફરી દરમિયાન ધરપકડ કરાઈ હતી. અરબી ૨૧નો અહેવાલ નવાલ અલ ઝાઝુઆ જે ઉમ્મે બિડાલના નામથી પણ ઓળખાય છે, તેણે ન્યુઝ વેબસાઈટને જણાવ્યું કે તેના બે પુત્ર હસન અને મહેમૂદ અલ ઝઝુઆ શહીદ થઈ ગયા છે અને હવે તે ફક્ત તેના ત્રીજા પુત્ર યાસરને પરત મેળવવા માગે છે. તેણીએ કહ્યું કે, હું તેને મારા હાથથી સ્પર્શ કરવા માગુ છે. જેથી મને તે જાણીને ખાતરી થાય કે તે જીવિત છે. ગાઝાના આંતરિક મંત્રાલયે કહ્યું કે ઈજિપ્તે બંને માછીમારોના મૃતદેહો પરત કર્યા જેમને ઈજપ્તિયન નૌકાદળ દ્વારા ગોળી મારી દેવાઈ હતી. તેમનો ત્રીજો ભાઈ યાસર ઈજિપ્તમાં સારવાર મેળવી રહ્યો છે. અલ-જઝીરાનો અહેવાલ પલેસ્ટીનીઓએ ઈજિપ્તની કાર્યવાહીને વખોડી કાઢી હતી અને એમ કહ્યું હતું કે માછીમારો ખાસ કરીને દરિયાઈ સરહદ નજીક કામ કરે છે અને તેમને ગોળી મારવી અને તેમની હત્યા કરવી ગેરવાજબી છે.
Recent Comments