(એજન્સી) રિયાધ, તા. ૮
સઉદી અરબ પ્રાંતમાં એક જાહેર સૂચન સર્વેમાં જાણવા મળ્યું છે કે, ઇઝરાયેલ સાથે વસાહતો અંગે કેટલીક સરકારોની વિચારણા હોવા છતાં ઓછામા ઓછા ૧૩ રાજ્યોના નાગરિકો દ્વારા સઉદી અરબના પ્રાંતમાં સામાન્યીકરણનો જોરદાર વિરોધ જોવા મળ્યો છે. અરબ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ પોલિસી સ્ટડીઝ દ્વારા પ્રકાશિત કરાયેલા વાર્ષિક સૂચન ઇન્ડેક્ષમાં જાણવા મળ્યું છે કે, ૨૮૦૦૦ લોકોમાથી ૮૫ ટકા લોકોએ સઉદી અરબના ઇઝરાયેલ સાથે સામાન્યીકરણની મંત્રણાનો જોરદાર વિરોધ કર્યો છે. માત્ર છ ટકા લોકોએ આ દેશના ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરવાને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ સાથે સંબંધો સ્થાપિત કરવાના આગામી દેશમાં સુદાનનો સમાવેશ થવા જઇ રહ્યો છે જ્યાં ૭૯ ટકા લોકો એમ કહી રહ્યા છે કે, તેઓ આ સામાન્યીકરણનો વિરોધ કરશે માત્ર ૧૩ ટકા એવા લોકો છે જેઓ આ સંધિને સમર્થન કરી રહ્યા છે. આમ છતાં ગયા અઠવાડિયે સુદાનના ડેપ્યુટી જનરલ મોહમ્મદ હમદામ દાગાલોએ કહ્યું હતું કે, તેઓ અતિક્રમણવાળા દેશ સાથે રાજદ્વારી સધિ કરવા માગે છે કારણ કે, સુદાનને ઇઝરાયેલની જરૂર છે. જોકે, દાગાલોએ બાદમાં ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેઓ સંબંધો પર ભાર મુકી રહ્યા છે પરંતુ સામાન્યીકરણનો વિરોધ કરી રહ્યા છે. જોકે, તેઓ આ બંને બાબતોમાં શું ફેર છે તે સમજાવવામાં અસમર્થ નિવડ્યા હતા.