(એજન્સી) તા.પ
ઈઝરાયેલના પર્યાવરણ સંરક્ષણ મંત્રી ગિલા ગામિલ રવિવારે કોરોના પોઝિટિવ મળી આવતા તે ઈઝરાયેલના ચોથા કેબિનેટ સભ્ય છે જે કોરોનાથી પીડિત થયા છે. ગામિલે ટિ્‌વટર પર લખ્યું મને કોરોના વાયરસની જાણ થઈ છે, હું હાલમાં સ્વસ્થ છું અને ઉપરવાળાની કૃપાથી જલ્દી સાજો થવાની આશા છે. શુક્રવારે ગામિલે પોતાના પરિવારની સાથે સુકોટ યહુદીમાં રજા ઉજવતી પોતાની તસવીરો શેર કરી હતી. પાછલા મહિને ઈઝરાયેલના ઈમિગ્રેશન અને એકીકરણ મંત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ જેરૂસલેમના મામલાઓના મંત્રી અને પૂર્વ આવાસ મંત્રી પોઝિટિવ મળી આવ્યા. ઈઝરાયેલી અધિકારીઓએ ૧૮ સપ્ટેમ્બરે એક પૂર્ણ લોકડાઉન લગાવ્યું, જે ૧૪ ઓકટોબર સુધી રહેશે.