(એજન્સી) તા.૩૦
સ્થાનિક મીડિયાએ કાલે જણાવ્યું કે ઈઝરાયેલના પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુના ઘરની સામે વોશિંગ મશીનો રાખ્યા છે. રિપોર્ટસ મુજબ વોશિંગ્ટન પોસ્ટે ખુલાસો કર્યો કે નેતાન્યાહુ અને તેમની પત્ની પોતાના ગંદા કપડાં ધોવાની વસ્તુઓ અમેરિકા લઈ જઈ રહ્યા હતા જેથી તેને મફતમાં સાફ કરી શકાય. રિપોર્ટ મુજબ વર્ષોથી ઈઝરાયેલના નેતાએ વોશિંગ્ટનના પોતાના પ્રવાસોમાં વિશેષ કાર્ગો લાવવા માટે અમેરિકન રાષ્ટ્રપતિના ગેસ્ટહાઉસમાં કર્મચારીઓની વચ્ચે એક પ્રતિષ્ઠા વિકસિત કરી છે. અન્ય એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, નેતાન્યાહુ માત્ર એક છે. જે અમારી માટે સ્વચ્છતા માટે ગંદા કપડાં સૂટકેસમાં લઈને આવે છે. કેટલાક પ્રવાસો પછી આ સ્પષ્ટ થઈ ગયું કે આ જાણ કરીને કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલી સોશિયલ મીડિયા ઉપયોગકર્તાઓને વડાપ્રધાન વ્યવહારની વિરૂદ્ધ એક પ્રતીકાત્મક વિરોધમાં નેતાન્યાહુના ઘરની સામે કેટલાક વોશિંગ મશીન દર્શાવતા પોસ્ટર લગાવ્યા.