(એજન્સી) તા.ર૩
ઈઝરાયેલી વાસીઓએ નેબ્લેસ પાસે વેસ્ટ બેન્કના કબજાવાળા વેસ્ટ બેન્ક ગામ બુરિનમાં બે પેલેસ્ટીન ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકયા. જયારે સ્થાનિક રહેવાસી આગ ઓલવવાનું પ્રયાસ કરવા માટે દોડયા તો ઈઝરાયેલના કબજાવાળા દળોએ તેમની પર રબરની ગોળીઓ અને ટીયર ગેસ દાગ્યા. પછી સૈનિકોએ ગામમાં પ્રવેશ કર્યો અને ગ્રામીણો પર ગોળીઓ ચલાવી અનેક લોકો ટીયર ગેસથી ઘાયલ થયા. ચરમપંથી વસાહતીઓના સમૂહોએ અનેક રસ્તાઓ અને જંકશનોને સીલ કરી દીધા અને જલ્દી જ પેલેસ્ટીન વાહનો પર પથ્થરોથી હુમલો કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પેટ્રોલ બોમ્બથી નુકસાન પહોંચાડનારા યહુદી વાસીઓની ઓળખ કરવામાં આવી છે. પરંતુ સુરક્ષા દળો દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. પેલેસ્ટીન સંપત્તિ પર ઈઝરાયેલના રહેવાસીઓ દ્વારા હુમલા સામાન્ય છે ખાસ કરીને ચરમ દક્ષિણ પંથી વસાહતીઓ દ્વારા ઈઝરાયેલના કબજાવાળા અધિકારીઓ દ્વારા તેમને કદાચ જ કયારે આયોજીત કરવામાં આવે છે. વાસ્તવીકતામાં વધુ પડતા મામલાઓમાં પેલેસ્ટીનોને હેરાન કરવા અને તેમની પર હુમલો કરનારા લોકો ઈઝરાયેલી સૈનિકોની સાથે હોય છે અને તેમની સુરક્ષા કરે છે.