(એજન્સી) તેલ અવીવ, તા.૧પ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સ્વયં ક્વોરન્ટાઈન થઈ ગયા છે. કારણ કે તે એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જે કોવિડ-૧૯ પરીક્ષણમાં પોઝિટિવ જણાયો હતો એમ તેમની કચેરીએ જણાવ્યું હતું. મિન્હુઆ સમાચાર એજન્સીએ સોમવારે કચેરીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહામારી સાથે સંબંધિત તપાસના પગલે વડાપ્રધાનશ્રી એકલતામાં પ્રવેશ કરશે અને શુક્રવાર સુધી એકલતામાં રહેશે. જેનું કારણ કોરોના વાયરસ પોઝિટિવ દર્દી સાથે મુલાકાત અને સંપર્ક છે. નેતાન્યાહુ રવિવારે અને સોમવારે કોવિડ-૧૯ પરીક્ષણમાંથી પસાર થયા હતા અને નેગેટિવ જણાયા હતા. આ ત્રીજી વખત છે જ્યારે ૭૧ વર્ષીય વડાપ્રધાન ક્વોરન્ટાઈનમાં પ્રવેશ કરશે. કારણ કે તેઓ વાયરસ માટેના પરીક્ષણમાં પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતા. એપ્રિલમાં તેમણે કોવિડ-૧૯ દર્દીઓના સંપર્કમાં આવ્યા પછી તે જ અઠવાડિયામાં બે વખત અલગતામાં પ્રવેશ કરવો પડ્યો હતો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ મુજબ ઈઝરાયેલે મહામારીનો એકદમથી ફાટી નીકળવાનો બીજો તબક્કો નોંધ્યો છે. જેમાં કુલ ૩,પ૮,ર૯૩ નિદાન કેસ અને ૩,૦૦૩ મૃત્યુ થયા છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ કોરોના દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટાઈન થયા

Recent Comments