(એજન્સી)                             તા.૧ર

ડઝનો ઈઝરાયેલી ચરમપંથીઓએ કાલે અલ-અક્સા મસ્જિદ પર હુમલો કર્યો અને મસ્જિદના પૂર્વ ભાગમાં તલમુદીકની નમાઝ અદા કરી.

પેલેસ્ટીન પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અલ-મુગરબી ગેટના માધ્યમથી પ્રવેશ કર્યા પછી ઈઝરાયેલી સેનાના સંરક્ષણમાં કટ્ટરપંથી રબ્બી યેહુદા ગ્લિકના નેતૃત્વમાં વસેલા હતા. તે સમયે મુસ્લિમ શ્રદ્ધાળુઓને પ્રવેશથી રોકવામાં આવ્યા હતા. જેરૂસલેમના શિક્ષક ખદીજા ખવાઈસે ચેતવણી આપી કે વસાહતીઓના કાર્યોથી સંકેત મળે છે કે ઈઝરાયેલ અલ-અક્સા મસ્જિદના પૂર્વ ભાગ પર નિયંત્રણ કરવા ઈચ્છે છે.

ઈઝરાયેલમાં ઈસ્લામિક મૂવમેન્ટની ઉત્તરી શાખાના પ્રમુખ શેખ રાયદ સલાહે વારંવાર પેલેસ્ટીનીઓને અલ-અક્સામાં પોતાની હાજરી વધારવા માટે જણાવ્યું છે. આ ચેતવણી આપતા કે ઈઝરાયેલ મુસ્લિમ પવિત્ર સ્થળ પર કબજો કરવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમણે ગયા મહિને જણાવ્યું કે ઈઝરાયેલના કબજાથી અલ-અક્સા મસ્જિદમાં કોઈ કાયદેસરતા નથી કથિત રીતે મંદિર બનાવવા માટે એક પ્રસ્તાવ તરીકે મસ્જિદ પર પેલેસ્ટીન અને ઈસ્લામી સંપ્રભુતા છીનવાના ખોટા પ્રયાસો કર્યા હતા.