(એજન્સી) તા.ર૭
જર્નાલિસ્ટ સપોર્ટ કમિટીએ શુક્રવારે સમર્થન કર્યું કે હાલમાં ઈઝરાયેલની જેલોની અંદર ર૬ પેલેસ્ટીયની પત્રકાર છે. પેલેસ્ટીયન પત્રકારોની વિરૂદ્ધ ઉલ્લંઘનો પર રિપોર્ટિંગ કરનાર એક એનજીઓ દ્વારા જારી એક નિવેદનમાં ખુલાસો કરવામાં આવ્યો કે પાછલા અઠવાડિયે ઈઝરાયેલના કબજાવાળા દળોએ પેલેસ્ટીયની પત્રકાર લેથ જારાને ટુલ્કરમમાં તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જારા ઈઝરાયેલની કબજાવાળી શક્તિઓ દ્વારા ધરપકડ કરવામાં આવનાર અંતિમ પેલેસ્ટીયની પત્રકાર હતા. આ વાત પર ધ્યાન આપવામાં આવ્યું હતું કે, તેની નજરબંદીએ હાલમાં ઈઝરાયેલની જેલોની અંદર પેલેસ્ટીયની પત્રકારોની સંખ્યા ર૬ કરી દેવામાં આવી હતી. ઈઝરાયેલનો કબજો જાણ કરીને પેલેસ્ટીયની પત્રકારોને કસ્ટડીમાં લે છે અને વિશ્વને તેમની વાસ્તવિકતાને અવરોધ કરવાના પ્રયાસના પોતાની સુનાવણી બંધ કરી દે છે. અલ-મસરીએ જણાવ્યું કે, “ઈઝરાયેલમાં કબજો તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંમેલનોના ઉલ્લંઘનમાં પેલેસ્ટીયની પત્રકારોનો વિરોધ જારી છે જે મુક્ત ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સુરક્ષાની ગેરંટી આપે છે. તેમણે આંતરરાષ્ટ્રીય પત્રકાર નિકાયોનું આહ્‌વાન કર્યું, પેલેસ્ટીયની પત્રકારની વિરૂદ્ધ પોતાના વ્યવસ્થિત આક્રમણને રોકવા માટે ઈઝરાયેલના કબજા પર દબાણ બનાવવા માટે.”