(એજન્સી) તા.૧૩
પેલેસ્ટીન પંચના પ્રમુખ અને પૂર્વ તપાસ મામલાઓના પ્રમુખ હસન કલુનિતાએ જાહેરાત કરી છે ઈઝરાયેલની જેલોમાં ગવજાનનના ૧૮ ટકા કેદીઓને અન્ય રોગો ઉપરાંત કેન્સર, ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર જેવા જુના રોગોથી પીડિત છે. કુનિતાએ જણાવ્યું કે ઈઝરાયેલી અધિકારીનોએ પેલેસ્ટીન કેદીઓની વિરૂદ્ધ ખોટુ ઉલ્લંઘન કર્યું, જેમાં તેમને આરોગ્ય સેવાના અધિકારથી વંચિત કરવા ઈન્ફેકશન રોગોથી સુરક્ષા અને ભેદભાવના કરવો સામેલ છે. તેમણે સમજાવ્યું કે, કેદીઓને સમય સમયે પ્રયોગ શાળા પરીક્ષાઓ એકસ-રે સુધી પહોંચવા અને આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરીથી તેમની સારવાર કરવાથી વંચિત કરવામાં આવે છે, જયારે પેલેસ્ટીન આરોગ્ય મંત્રાલયની વિશેષ આરોગ્ય ટીમોને જેલમાં જતા અથવા સારવાર કરવાથી વંચિત કરવામાં આવે છે, જયારે પેલેસ્ટીન આરોગ્ય મંત્રાલયની વિશેષ આરોગ્ય ટીમોને જેલમાં જતા અથવા સારવાર કરવા અથવા સર્જિકલ ઓપરેશન કરવા પર પ્રતિબંધ છે.કુનિતાએ પેલેસ્ટીન, અરબ અને આંતરરાષ્ટ્રીય માનવધિકાર સંગઠનોને આહવાન કર્યું કે તે અસ્વસ્થ પેલેસ્ટીન કેદીઓના જીવનને બચાવવા માટે ઈઝરાયેલ પર દબાણ નાખે અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરે.