(એજન્સી) તા.૫
ઈઝરાયેલી નેસેટના પૂર્વ અધ્યક્ષ અબ્રાહમ બર્ગે એક અસાધારણ સોંગદનામામાં યહૂદી તરીકે પોતાનો હોદ્દો કાઢી નાખવાની વિનંતી કરી છે જેમાં તેમણે સૂચવ્યું છે કે, ઝાયોનિસ્ટ દેશના યહૂદી સમુદાયના ભાગ હોવું, એ માલિકોના જૂથનો ભાગ હોવા સમાન છે. બર્ગ જેમણે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી અને જેઓ યહૂદી એજન્સીના વડા હતા, તેમણે ઈઝરાયેલના ૨૦૧૮ના નેશન સ્ટેટ બિલના જવાબમાં આ આશ્ચર્યજનક પગલું ભર્યું હતું. ટીકાકારો ભારપૂવર્ક કહે છે કે, કબજાવાળા રાજ્ય દ્વારા પસાર કરાયેલા કાયદાથી રંગભેદ ઔપચારિક બન્યું છે. બર્ગ સોગંદનામામાં લખ્યું છે કે, તે હવેથી પોતાને યહૂદી રાષ્ટ્રીયતાનો ભાગ માનતા નથી. તેમણે ઉમેરતા કહ્યું કે, તેમનો અંતરાત્મા તેમને રાષ્ટ્રના સભ્ય તરીકે વર્ગીકૃત થવાની મંજૂરી આપતો નથી, કારણ કે, તે સૂચવે છે કે, તમે માસ્ટર્સના જૂથોના છો. હવે હું આ સમૂહના ભાગ તરીકેની ઓખળને અનુભવી શકતો નથી. નેશન સ્ટેટ બિલ પ્રત્યે પોતાનો વિરોધ વ્યક્ત કરતા બર્ગે કહ્યું કે, આ કાયદાનો અર્થ એમ થાય છે કે, ઈઝરાયેલનો એક નાગરિક કે જે યહૂદી નથી તે ગૌણ દરજ્જો હોવાથી પીડાશે. આ તેના સમાન છે જે યહૂદીઓએ અસંખ્ય પેઢીઓ સુધી વેઠયું છે. જે આપણા માટે ઘૃણાસ્પદ છે, તે જ આપણે હવે બિન-યહૂદી નાગરિકો સાથે કરી રહ્યા છીએ. પોતાની કોર્ટને કરેલી ઘોષણામાં તેઓએ લખ્યુ છે કે, તેઓ વિકૃત અને ભેદભાવપૂર્ણ વ્યાખ્યાને સ્વિકારતા નથી. તે રાજ્યની વ્યાખ્યા યહૂદી તરીકે સૂચિ બદ્ધ થવા દેવા માટે તૈયાર નથી. તેમણે આગળ જણાવ્યું હતું કે, હું હજુ પણ ધર્મ અને રાજ્ય અને કબજાનો અંત ઈચ્છું છું અને આ અંગે દાયકાઓ પસાર થઈ ગયા છે. તમે બદલાયા છો. તમે જમણેરી, રાષ્ટ્રવાદી અને કટ્ટરવાદી બની ગયા છો. હું તો તેજ સ્થળે છું. મારૂં વલણ તેમ છે જેમ પહેલા હતું.
Recent Comments