(એજન્સી) તા.ર૩
સમાચાર મુજબ પેલેસ્ટીની કેદી મહેર સાસાનું હાલમાં કોરોના વેકસીન મેળવ્યા પછી મોત નીપજયું છે. ઈઝરાયેલ જળ સેવાએ બુધવારે મોડી સાંજે જાહેરાત કરી કે ઉત્તરી પશ્ચિમી તટમાં કાલ્કિલાહથી ૪પ વર્ષીય સાસાનું મોત થયું છે. જે અનેક જુના રોગોથી પીડિત હતો. સત્તાવાર નિવેદન મુજબ મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હતું. ઈઝરાયેલના અધિકારીઓએ તેમના પરિવારને જણાવ્યું કે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પરિવારે જણાવ્યું કે તે ૧પ વર્ષથી વધુ સમય સુધી કસ્ટડીમાં રહેવા દરમ્યાન આરોગ્ય બેદરકારી દાખવવામાં આવી હતી. સાસા છ બાળકોનો પિતા હતો. કાદરી અબુ બકરે જણાવ્યું કે અમે ઈઝરાયેલી જેલોમાં જેદીઓ માટે આરોગ્ય સ્થિતિ વિશે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો અને અમે તેને પેલેસ્ટીની કેદીઓની સુરક્ષા માટે પ્રયાસ કરવા માટે માનવઅધિકાર સંગઠનોને મોકલીશું. રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ જણાવ્યું કે પ્રતિનિધિ અત્યારે પણ જેલોની મુલાકાત લઈ રહ્યા છે અને કેદીઓ અને પરિવારોની વચ્ચે સંદેશાઓના પ્રસારણની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. પેલેસ્ટીનમાં આઈસીઆરસીના પ્રવકતા યાહયા મસ્વાદેહ જણાવ્યું કે અહીં ૯પ ટકાથી વધુ જેલો અને ડિટેન્સન કેન્દ્રોની મુલાકાત લીધી છે. અમે પેલેસ્ટીની કેદીઓના રસીકરણની યોજના વિશે ઈઝરાયેલની જેલ સેવાઓની સાથે સંપર્કમાં છીએ, અને અમે જેલોની અંદર નબળા સમૂહો માટે પ્રાથમિકતા આપવા માટે પોતાની ભલામણો આપે છે. ઈઝરાયેલી સરકારે વિવિધ જેલોમાં કેદીઓનું રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લીધો પરંતુ જોખમ યથાવત છે અને પીડિત કેદીઓની સંખ્યા હાલમાં જ વધી રહી છે.