(એજન્સી) તા.૭
પેલેસ્ટીની પ્રતિરોધ આંદોલન હમાસે શુક્રવારે જાહેરાત કરી કે ઈઝરાયેલની સાથે સંબંધોને સામાન્ય બનાવવાથી કબજાવાળા રાજ્યને પોતાની વિસ્તારવાદી નીતિઓને વધારવામાં મદદ મળે છે.
હમાસે સંયુક્ત અરબ અમિરાતને ઈઝરાયેલના કબજાવાળા રાજ્યની સાથે સંબંધોને સામાન્ય બનાવવામાં મદદ કરનારા અરબ રાજ્યોની પણ ટીકા કરી.
હમાસના પ્રવક્તા હજમ કાસિમે એક પ્રેસનોટમાં જાહેરાત કરી કે, જેની એક નકલ એમએમઓને મોકલવામાં આવી હતી, યુએઈ-ઈઝરાયેલના સામાન્યીકરણ સમજૂતીના કેટલાક અરબ રાજ્યોનું સમર્થન આ વિસ્તારમાં પોતાની વિસ્તારવાદી નીતિઓને લાગુ કરવા માટે ઈઝરાયેલના કબજાને પ્રોત્સાહિત કરે છે. કાસિમની ટિપ્પણી બહેરીન અને સઉદી અરબના નિર્ણયના જવાબમાં આઈએએઈ સહિત તમામ ફ્લાઈટોને ઈઝરાયેલની ફ્લાઈટોથી તેમના અવકાશમાંથી પસાર થવાની પરવાનગી આપે છે.
તેમણે આગ્રહ કર્યો, “તમામ અરબ રાજ્યોને ઈઝરાયેલના કબજાની સાથે સામાન્યીકરણ સોદા સુધી પહોંચવાથી રોકવા જોઈતા હતા. તેનું સમર્થન કરવાના સ્થાને !
તેમણે ઈઝરાયેલની સાથે સંબંધ સ્થાપિત કરવાનું વર્ણન કર્યું એક દૃષ્ટિકોણ જે પેલેસ્ટીની લોકોના અધિકારો માટે શત્રૂતાપૂર્ણ છે અને ઈઝરાયેલના કબજાને વધુ અપરાધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હમાસના અધિકારીએ આ ક્ષેત્રના તમામ દેશોનું આહ્‌વાન કર્યું છે, જે આ પગલાં પર ઈઝરાયેલના કબજાની સાથે સંબંધોને સામાન્ય બનાવવાની માંગ કરી રહ્યા છે, જે તેમનું કહેવું છે, તેમના રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રીય અરબ સુરક્ષાની વિરૂદ્ધ.