(એજન્સી) તા.ર૫
બ્રુકિંગ્સ ઈન્સ્ટીટયુટ મુજબ મધ્યપૂર્વમાં અમેરિકાની સૈન્ય હાજરીનું મુખ્ય લક્ષ્ય ઈઝરાયેલની સુરક્ષાને સુનિશ્ચિત બનાવે છે. અમેરિકાની બ્રુકિંગ્સ નામની ઈન્સ્ટીટયૂટે આ વાત સ્પષ્ટ કરી છે કે મધ્યપૂર્વ ખાસ કરીને સીરિયાના અત્તનફ વિસ્તારમાં અમેરિકન સૈનિકોની હાજરી, જાયોની શાસન અને તેના હિતોની સુરક્ષા માટે છે. આ અમેરિકન ઈન્સ્ટીટયૂટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સીરિયાના સામરિક દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં અત્તનફમાં અમેરિકન હાજરી માત્ર એટલા માટે છે કે ઈઝરાયેલને સુરક્ષાની દૃષ્ટિએ સંપૂર્ણપણે સુનિશ્ચિત બનાવવામાં આવે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ સીરિયા સરકારની ઈચ્છા વિના આ વિસ્તાર પર કબજો કરી રાખ્યો છે જ્યાંથી ઈઝરાયેલને સુરક્ષા આપવામાં આવી રહી છે. યાદ રહે કે સીરિયાનો અત્તનફ વિસ્તાર, વાસ્તવિકતામાં એક ત્રિકોણ છે જે ઈરાક, જોર્ડન અને સીરિયાનો સીમાવર્તી વિસ્તાર છે. આ ક્ષેત્ર સામાજિક દૃષ્ટિથી ત્રણેય દેશો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અમેરિકન સૈનિક ઈ.સ.ર૦૧૬થી અહીં બિરાજમાન છે. જેમણે ત્યાં એક સૈન્ય છાવણી બનાવી લીધી છે. અહીંથી અમેરિકન સૈનિક જ્યાં એક તરફ ઈઝરાયેલની સુરક્ષાને સુનિશ્ચિત બનાવી રહ્યા છે ત્યાં બીજી તરફ તે ઈરાકના માધ્યમથી સીરિયાને મોકલવામાં આવતી મદદના માર્ગમાં પણ અડચણ બને છે. સીરિયાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકન સૈનિક, દાઈશ અને અન્ય આતંકી જૂથોની સાથે સહયોગ કરતાં આ સ્થાનથી સીરિયાનું તેલ ચોરીને તેની તસ્કરી કરે છે.