(એજન્સી) તા.૧ર
ઈજરાયેલના કબજાવાળા દળોએ બુધવારે ઈઝરાયેલ ઓફરના સૈન્ય શિબિરમાં બોલાવ્યા પછી જેરૂસલેમ મામલાઓના પૂર્વ મંત્રી ખાલિદ અબુ-અરાફાની ધરપકડ કરી લીધી છે. જેરૂસલેમ કેદીઓની સમિતિના પ્રમુખ ખાલિદ અબુ-અસબ મુજબ, અબુ આરફા, જેમને જેરૂસલેમમાંથી કાઢવામાં આવ્યા હતા. તેમને અજાણ્યા કારણોએ સોમવારે રામલ્લાહના ઓફર સૈન્ય શિબિરમાં બોલાવવામાં આવ્યા અને પછી કસ્ટડીમાં લીધા. અબુ-આરફાને ઈઝરાયેલના કબજામાંથી અનેક વખત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ર૦૧૪માં અન્ય બે સાંસદો, અહમત અતાઉન અને મોહમ્મદ તોતાની સાથે જેરૂસલેમમાં પોતાના ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આ ધ્યાન આપવા યોગ્ય છે કે ઈઝરાયેલ કાયદો જેરૂસલેમમાં પેલેસ્ટીનીઓને નાગરિકો તરીકે નથી માનતો. પરંતુ કામચલાઉ રહેવાસીઓ તરીકે તેમને કોઈપણ બહાને નિર્વાસીત કરવામાં સક્ષમ છે.
Recent Comments