(એજન્સી) તા.૭
ઈઝરાયેલની નાકાબંધીથી ઘેરાયેલ ગાઝાપટ્ટીમાં કોરોનાનું ટેસ્ટિંગ રોકાઈ ગયું છે કારણ કે ઈઝરાયેલે નાકાબંધી સખત કરી દીધી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝાની કેન્દ્રીય લેબમાં જરૂરી વસ્તુઓ સમાપ્ત થવાના કારણે કોરોનાનો ટેસ્ટ રોકાઈ ગયો છે. તેમણે જણાવ્યું કે જાયોની શાસન બહારથી મેડિકલ વસ્તુઓ ગાઝામાં દાખલ થવા દઈ રહ્યું નથી, જેના કારણે ગાઝાના આરોગ્ય તંત્રની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલે ર૦૦૬થી ગાઝાની જમીની, હવાઈ તેમજ દરિયાઈ નાકાબંધી કરી રાખી છે. જેના કારણે આ વિસ્તારના ર૦ લાખ લોકો ખૂબ જ દયનીય જીવન પસાર કરવા માટે વિવશ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન પણ ગાઝામાં કોરોનાના ઈમરજન્સી ટેસ્ટિંગ તેમજ સારવાર માટે જરૂરી મેડિકલ સામાનના હોવાના કારણે અવ્યવસ્થા તરફ વારંવાર સચેત કરી ચૂક્યા છે.
Recent Comments