(એજન્સી) તા.૩
ઈઝરાયેલમાં રવિવારે કોરોનાના પપપ નવા કેસ નોંધવામાં આવ્યા છે અને તેની સાથે જ દેશમાં પીડિતોની કુલ સંખ્યા ૧,૧૦,૦ર૦ થઈ ગઈ છે. સમાચાર મુજબ તે ઉપરાંત દેશમાં ૧૩ લોકોના એક દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે અને દેશમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૯૧૯ છે. ત્યાં ૪૪૪ દર્દી હાલમાં ગંભીર સ્થિતિમાં છે. દેશમાં ૯ર,૭૯૬ દર્દી ઈન્ફેકશનથી સ્વસ્થ થઈ ગયા છે. જયારે સક્રિય મામલાઓની સંખ્યા ઘટીને ર૦,૩૦પ થઈ ગઈ છે. આ પહેલા રવિવારે ઈઝરાયેલના પ્રયોગશાળા કર્મચારી હડતાળ પર જતા રહ્યા તેમણે દાવો કર્યો હતો કે તેમને ઓછા પૈસા આપવામાં આવી રહ્યા છે જયારે કામ વધુ લેવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ એસોસિએશન ઓફ બાયોકેમિસ્ટસ માઈક્રોબાયોલોજીસ્ટ અને લેબોરેટ્રી વર્કર્સની અધ્યક્ષ અસ્તેર એડમને જણાવ્યું કે હડતાળમાં ઈઝરાયેલમાં ૪૦૦ પ્રયોગ શાળાઓમાં કામ કરનારા ર૦૦૦ કર્મચારી સામેલ હતા. વૈશ્વિક કોરોના વાયરસ મામલાઓની કુલ સંખ્યા બે કરોડ ૪૯ લાખથી ઉપર થઈ ગઈ છે. જયારે જોન્સ હોપકીન્સ યુનિવર્સિટી મુજબ મૃત્યુની સંખ્યા વધીને ૮૪૦૦૦૦ થઈ ગઈ છે. રવિવારે સવારે સંપૂર્ણ વિશ્વમાં કુલ કેસની સંખ્યા ર૪,૮૯૧, ર૯૪ થઈ ગઈ હતી.