(એજન્સી) તા.૧૧
ઈઝરાયેલી વડાપ્રધાન નેતાન્યાહુને રાજીનામું આપવાની હાકલ કરતા દેખાવો મર્યાદિત કરવા ઈઝરાયેલમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે, છટ્ઠિહ્વ૪૮.ર્ષ્ઠદ્બએ બુધવારે અહેવાલ આપ્યો. આ ન્યૂઝ આઉટલેટમાં ઈઝરાયેલી લશ્કરી વિશ્લેષક એમોસ હેરલનો અહેવાલ ટાંકવામાં આવ્યો હતો. જે જણાવે છે કે ઈઝરાયેલ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારની રાત્રે ૪૦ ઈઝરાયેલી શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન શરૂ થઈ ગયું છે. આ શહેરોને ‘રેડ’ સીટિઝ શ્રેણીમાં મૂકી દેવાયા છે. કારણ કે તેમની અંદર ઉંચી સંખ્યામાં કોવિડ-૧૯ કેસો નોંધાયા છે. કેબિનેટના સ્ત્રોતોએ હેરલને અહેવાલ આપ્યો કે નેતાન્યાહુનું માનવું છે કે, કેસોની સંખ્યા ઘટાડવાનો એક માત્ર રસ્તો સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું છે જે અનેક અઠવાડિયા સુધી ચાલવું જોઈએ. હેરલને આશા છે કે સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન ઈઝરાયેલની ઉચ્ચ અદાલત દેખાવો અટકાવી શકશે નહીં, પરંતુ રેડ ઝોનમાંથી પ્રદર્શનકારીઓને પ્રદર્શન સ્થળો સુધી પહોંચવામાં તે મુશ્કેલી જરૂર ઊભી કરી શકશે. હેરલ અનુસાર, ‘આ મહિનાના અંત સુધી નેતાન્યાહુ સંપૂર્ણ બંધને વિલંબિત કરશે કારણ કે તે વોશિંગ્ટન જવાની તૈયારી કરી રહ્યા છે. જયાં ૧પ સપ્ટેમ્બરે યુએઈ-ઈઝરાયેલ કરારનો હસ્તાક્ષર સમારોહ યોજાવવાનો છે જેમાં તેમનું હાજર રહેવું અત્યંત જરૂરી છે. ઈઝરાયેલમાં લોકડાઉનની સ્થિતિમાં નેતાન્યાહુ વોશિંગ્ટનનો પ્રવાસ ખેડે તે તદ્દન ગેરવાજબી છે,’ એમ હેરલે કહ્યું.