(એજન્સી) તા.૧૦
એક ઈઝરાયેલી કોર્ટે વેસ્ટ બેંકના મધ્યમાં સ્થિત એક નવનિર્મિત પેલેસ્ટીની શાળાને તોડી પાડવાનો ચુકાદો આપ્યો હતો. એનાદોલુ એજન્સીએ એક સમાધાન-વિરોધી કાર્યકર અબ્દુલ્લાહ અબુ રહમાના નિવેદનને ટાંક્યું જેમાં હતું કે જેરૂસલેમ જિલ્લા કોર્ટે બુધવારે પૂર્વી રામલ્લાહમાં સ્થિત રાસ-અલ-ટીન-શાળાને બચાવવાની તરફેણમાં રજૂ કરાયેલ કામચલાઉ રાહત આપવાની અરજીને નકારી કાઢી હતી. અબુ રહમાએ આગળ કહ્યું કે વિવિધ વયના પ૦ જેટલા બાળકોના પહેલેથી જ શાળામાં નામ નોંધાયેલા હતા. આ શાળાનું હમણા હમણાં જ નિર્માણ કરાયું હતું અને તેનું સંચાલન પેલેસ્ટીની શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તેમણે પુષ્ટિ કરી હતી કે અનેક કાર્યકરો શાળા આગળ ધરણા કરવા એકઠા થયા છે જેથી સત્તાવાળાઓને શાળાની ઈમારતને તોડવાથી અટકાવવાનો પ્રયાસ કરી શકાય. કાર્યકરોએ જણાવ્યું કે વકીલો માળખાને તોડી પાડવાનો કોર્ટના હુકમ વિરૂદ્ધ અરજી દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ શાળા કબજાવાળા વેસ્ટબેંકના વિસ્તાર ‘સી’ તરીકે વર્ગીકૃત ક્ષેત્રમાં સ્થિત છે. જે ‘ઓસ્લા-ૈૈંં’ સમજૂતી હેઠળ સંપૂર્ણ ઈઝરાયેલી નિયંત્રણને આધીન છે જેને ઈજિપ્તના તાબા શહેરમાં હસ્તાક્ષર કરાયું હતું. સત્તાવાર પેલેસ્ટીની અદાજ અનુસાર ઈઝરાયેલી કબજાએ આ વર્ષની શરૂઆતથી પ૦૦થી વધુ પેલેસ્ટીની ઈમારતોને તોડી પાડી છે.