(એજન્સી) તા.૯
પેલેસ્ટીની કેદી સોસાયટી (પીપીએસ)એ એક નિવેદનમાં જણાવ્યું કે, ઈઝરાયેલી જેલોમાં સૌથી લાંબા સમય સુધી રહેનારા પેલેસ્ટીની કેદી કરીમ યુનિસે કાલે ૩૮ વર્ષ પૂરા કર્યા. યુનિસનો જન્મ ૧૯પ૬માં આરા, ઈઝરાયેલના ગામમાં થયો હતો. ૬ જાન્યુઆરી ૧૯૮૩એ યુનિવર્સિટી જતા સમયે તેમની ઈઝરાયેલી કબજાવાળી સેનાએ ધરપકડ કરી લીધી અને જેલમાં નાખી દીધા. તેમની પર પેલેસ્ટીની પ્રતિરોધમાં મદદ કરવાનો આરોપ લગાવ્યો અને તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. ત્યારબાદ સજા ૪૦ વર્ષ કરી દેવામાં આવી. યુનિસ ઈઝરાયેલના કેટલાક ર૦ કેદીઓમાંથી હતા. જેમણે શાંતિ મંત્રણાને ફરીથી શરૂ કરવા માટે પેલેસ્ટીની ટ્રિબ્યુનલના અધ્યક્ષ મહમૂદ અબ્બાસ અને ઈઝરાયેલની વચ્ચે એક સોદાના ભાગ તરીકે જારી કર્યા હતા. જો કે, ર૦૧૪માં ઈઝરાયેલ પોતાના દાયિત્વને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું અને મંત્રણા ધ્વસ્ત થઈ ગઈ. જેલમાં યુનિસે બે પુસ્તકો લખ્યા. ૧૯૯૦માં ‘ઈઝરાયેલમાં રાજનૈતિક વાસ્તવિકતા’ અને ૧૯૯૩માં ‘વૈચારિક સંઘર્ષ અને ઉકેલ.’