(એજન્સી) તા.ર૪
ઈઝરાયેલી પોલીસે ઈઝરાયેલમાં પરવાનગી વગર કામ કરનારા પેલેસ્ટીની મજુરોની ધરપકડ પછી, તેમની દ્વારા મજુરો ઉપર આચરવામાં આવેલી નિર્દયતાને છુપાવવા માટે અદાલત સમક્ષ તેમને હાજર કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરૂવારે હારેત્ઝ અખબારનો અહેવાલ હોરેત્ઝે કહ્યું કે કબજે કરેલા જેરૂસલેમ શહેર નજીક મોડીન વસાહતમાં એક મોટી પોલીસ ટુકડીએ પેલેસ્ટીની મજુરોના જૂથ પર હુમલો કર્યો હતો. જેમાં તેમણે અસ્થિભંગ અને ગંભીર શારીરિક હાની પહોંચી હતી. હારેત્ઝ અનુસાર, પોલીસે એક બાંધકામ હેઠળના નિર્માણ સ્થળે કામદારો પર હુમલો કર્યો હતો. તેમને ખોટી બાતમી મળી હતી કે કામદારો વસાહતમાં હુમલો કરવાની યોજના ધરાવતા હતા. હુમલામાં બે કામદારોને શરીર અને મોઢા પર વિવિધ અસ્થિભંગને સહન કરવું પડયું હતું અને ખભાના ભાગમાં પણ પીડા થઈ હતી. પેટા ટિકવાની મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતેના ન્યાયાધીશે ઈઝરાયેલી પોલીસ પાસેથી સ્પષ્ટતા માગી કે તેઓએ અટકાયતીઓ સાથે કેવો વ્યવહાર કર્યો હતો અને સમજૂતી પણ માંગી કે તેમણે ત્રણેયને કોર્ટ સમક્ષ રજૂ ન કરવાનો નિર્ણય કેમ લીધો ? પોલીસે આના જવાબમાં રજુ કર્યુ છે કે ત્રણેય મજુરોને કોરોનાના સંક્રમણીની શંકાના કારણે સંસર્ગ નિષેધમાં મોકલી દેવાયા છે, જો કે પોતાના આ દાવાના સમર્થનમાં તેઓએ કોઈ પણ પ્રકારના આરોગ્ય અહેવાલો સાબિતી તરીકે રજૂ કર્યા ન હતા.
Recent Comments