(એજન્સી) તા.૧
દેશભરમાં નેતાન્યાહુ વિરોધી પ્રદર્શનોને મર્યાદિત કરવાની નવી યોજનાઓનો વિરોધ કરવા માટે સેંકડો ઈઝરાયેલી લોકો ર૯ સપ્ટેમ્બષર મંગળવારે પશ્ચિમ જેરૂસલેમમાં એકઠા થયા હતા. કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે પ્રદર્શનોને રદ કરવાના પગલાં ભરવામાં આવ્યા છે. જો કે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ તો કફત એક બહાનું છે. એક વિરોધ પ્રદર્શનકારીએ કહ્યું, હું આજે મારા મિત્રો સંગાથ આવ્યો છું કારણ કે અમારા ભ્રષ્ટ પ્રધાનમંત્રી સમક્ષ અમે છેલ્લો અવરોધ છીએ જેને તેમણે લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવતા પહેલા દૂર કરવાની જરૂર છે. પ્રદર્શનકારીઓ ઈઝરાયેલની સંસદ બહાર એકઠા થયા હતા અને ભેગા થઈ નેતાન્યાહુ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનો દરમ્યાન પોલીસ અને વિરોધીઓ વચ્ચે તણાવ ઊભો થયો હતો. પ્રદર્શનકારીએ વધુમાં કહ્યું ઈઝરાયેલ રાજ્યમાં જે કંઈપણ તે ઈચ્છે તે કરે અને તેની વચ્ચે અમે અંતિમ અવરોધ છીએ. તે ઈઝરાયેલના નાગરિકોના ભય સાથે રમી રહ્યા છે. કારણ કે બીમાર પડનારા લોકોનાં દરમાં વધારો થઈ રહ્યો છે અને દુર્ભાગ્યે ઘણા લોકો આમાં ફસાઈ રહ્યા છે. પણ અમે એક બાજુ ઊભા રહેવાના નથી. અમારી પાસે જે કંઈ પણ છે તેનાથી અમે લડીશું. દેશમાં ત્રણ મહિના પહેલા નેતાન્યાહુ વિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. જેમાં તેમની ઉપર લાંચ લેવાના આરોપો, વિશ્વાસઘાત અને ત્રણ અન્ય ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. નેતાન્યાહુ(૭૦), પ્રથમ ઈઝરાયેલી વડાપ્રધાન છે. જેમણે પદ પર છે ત્યારે ન્યાયિક સુનાવણીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ આક્ષેપોને નકારે છે.