(એજન્સી) તા.૧
ઈઝરાયેલી યુદ્ધ વિમાનોએ સોમવારે પાટનગર બૈરૂત અને આ દેશના ઘણા વિસ્તારોમાં ઉડાન ભરીને લેબેનીઝ હવાઈક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. સમાચાર એજન્સીએ એમ જણાવ્યું. બૈરૂત અને તેના પરા વિસ્તારોમાં યુદ્ધ વિમાનો દ્વારા નીકળતા સોનિક બૂમ્સ (અવાજો) સંભળાયા હતા. લેબેનીઝ રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલી દુશ્મન યુદ્ધ વિમાનોએ સોમવારે લેબેનોનના દક્ષિણમાં વિવિધ ક્ષેત્રો અને પ્રદેશો, જેમકે, કોટન, જેબીલ, કેઝરવાન, હસબાયા અને બૈરૂત ઉપર ઉગ્ર ફલાઈટ્‌સનો પ્રભાવ પાડ્યો હતો. ઈઝરાયેલી વિમાનો દક્ષિણ સિડન શહેર અને પાટનગરના દક્ષિણમાં સ્થિત જેઝિન શહેર તેમજ ઉત્તરી બૈરૂતના વિસ્તારોમાં ઉડ્યા હતા. લેબેનીઝ સૈન્યે વારંવાર ઈઝરાયેલી યુદ્ધ વિમાનો અને ડ્રોન્સ દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની જાણ કરી છે. તેલ અને ગેસથી સમૃદ્ધ ઝોન નં.૯ તરીકે જાણીતું લગભગ ૮૬૦ સ્કેવર કિ.મી. (૩૩૨ સ્કેવર માઈલ્સ)ના ભૂ-મધ્ય દરિયાના વિસ્તારને લઈને લેબેનોન ઈઝરાયેલ સાથે વિવાદમાં બંધાયેલુ છે. તાજેતરના મહિલાઓમાં લેબેનોન અને ઈઝરાયેલે એક-બીજા પર જમીન, હવા અને દરિયાઈ ક્ષેત્રના ઉલ્લંઘનોના આરોપ લગાવ્યા છે.