(એજન્સી) તા.ર૪
સશસ્ત્ર ગેરકાયદે ઈઝરાયેલી વસાહતીઓએ રવિવારે વેસ્ટ બેન્કના દક્ષિણમાં દક્ષિણી બેથલેહેમમાં આવેલા શુશાહલા ગામમાં નિશસ્ત્ર પેલેસ્ટીની નાગરિકો પર પથ્થરો વરસાવ્યા હતા. એમ પેલેસ્ટીની વફા સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો સ્થાનિક રહેવાસી મુહમ્મદ સલાહના જણાવ્યા અનુસાર, તે અને તેના વૃદ્ધ પિતા પશુઓને ચરાવી રહ્યા હતા, ત્યારે ઉગ્રવાદી વસાહતીઓના સશસ્ત્ર જૂથે તેમની ઉપર ભયભીત કરવાના ઈરાદાથી પથ્થરો વરસાવવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરકાયદે વસાહતીઓ, જેમના વિશે માનવામાં આવે છે કે તેઓ નજીકમાં આવેલી ગેરકાયદેસર એલિઆઝાર વસાહતીઓમાંથી હતા, સ્થાનિક લોકોએ તેમની સાથે લડી લીધું હતુ અને કોઈપણ પ્રકારની ઈજાઓના અહેવાલ નથી. આ ઘટના સાથે સંબંધિત સમાચારોમાં, વેસ્ટ બેન્કના દક્ષિણમાં, દક્ષિણ હેબ્રોનના અલ-તુવાબા ગામમાં શનિવારે ઈઝરાયેલી દળોએ પેલેસ્ટીની સંપતિ પર આક્રમણ કરનારા ડઝનો ઉગ્રવાદી ઈઝરાયેલી વસાહતીઓને કવર આપ્યું હતું, અને તેમની પ્રવૃતિને ઢાંકી હતી.