(એજન્સી) તા.ર૨
યહુદી વસાહતીઓએ બુધવારે એક યહુદી પ્રસંગે નિમિત્તે કબજે કરેલા વેસ્ટ બેન્કની દક્ષિણમાં કબજે કરેલા હેબ્રોનમાં સ્થિત ઈબ્રાહીમી મસ્જિદની છત પર એક વિશાળ મીણબત્તી મુકી હતી. પેલેસ્ટીની માહિતી કેન્દ્ર દ્વારા આપવામાં આવેલો અહેવાલ ઈબ્રાહીમી મસ્જિદના સંચાલક હફઝી અબુ સ્નેનીહે વસાહતીઓની આ પ્રથાને મુસ્લિમ રાષ્ટ્ર વિરૂદ્ધ આક્રમકતા અને ઉશ્કેરણીજનક કૃત્ય તરીકે વખોડી કાઢી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈબ્રાહીમી મસ્જિદ એક ઈસ્લામિક મુકદ્દસ સ્થળ છે. ૧૯૯૪માં એક ઉગ્રવાદી યહુદી વસાહતી દ્વારા આચરવામાં આવેલા નરસંહારમાં ડઝનો મુસ્લિમોએ જીવ ગુમાવ્યા હતા અને બીજા ઘણા ઘાયલ થયા હતા, ત્યાર બાદ ઈઝરાયેલી કબજો સત્તાવાળાઓએ બળજબરીપૂર્વક ઈબ્રાહીમી મસ્જિદ પર પોતાનો નિયંત્રણ લાદી દીધો હતો. નસસંહાર પછીથ્રી ઈઝરાયેલી કબજો સત્તાવાળાઓ (આઈઓએ)એ યહુદી વસાહતીઓને આ ઈસ્લામિક મુકદ્દસ સ્થળને અપવિત્ર કરવાની અને તેની પાકી સામે અસંખ્ય ઉલ્લંઘનો આચરવાની મંજૂરી આપી દીધી છે. આઈઓએએ ઈબ્રાહિમી મસ્જિદ ખાતે દર મહિને ડઝનેક વખત નમાઝ માટે અઝાન આપવા પર પણ પ્રતિબંધ મૂકયો છે.