(એજન્સી) તા.૧૬
ઈઝરાયેલ, અખાત અરબ દેશો સાથે મિસાઈલ ડિફેન્સ અંગે ભાવિ સહયોગ માટે તૈયાર હોઈ શકે છે, જેઓ ઈરાન અંગે ઈઝરાયેલની જેમ ચિંતિત છે એમ મંગળવારે એક વરિષ્ઠ ઈઝરાયેલી અધિકારીએ જણાવ્યું હતું. ઈઝરાયેલી મિસાઈલ ડિફેન્સ સંગઠન જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેના અધ્યક્ષ મોશે પટેલે જણાવ્યું હતું કે આવા પ્રકારના કોઈપણ કરારને આગળ ધપાવવું એ હજુ અપરિપકવ છે. વહેલું છે અને આ માટે વોશિંગ્ટનની મંજૂરીની જરૂર રહેશે. પટેલને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે અખાતમાં ઈઝરાયેલના નવા ભાગીદારોને કોઈપણ સિસ્ટમ આપવામાં આવશે અથવા તુલનાત્મક સિસ્ટમ સાથે સુમેળ થઈ શકે ? તો પટેલે જવાબ આપ્યું કે આવું થઈ શકે છે, કદાચ ભવિષ્યમાં. ઈજનેરના દૃષ્ટિકોણથી ખાસ કરીને ત્યાં ખૂબ જ ફાયદો છે. આ માહિતીની વહેંચણી કરી શકાય જેવું કે બંને દેશોમાં સેન્સર્સ તૈનાત કરી શકાય કારણ કે અમારા દુશ્મનો સમાન છે. સપ્ટેમ્બર ૧પના રોજ સામાન્યીકરણ કરાર થયા તે પહેલા એક વરિષ્ઠ ઈઝરાયેલી અધિકારીએ રોઈટર્સને કહ્યું હતું કે અખાત દેશો સાથે મિસાઈલ સંરક્ષણ અંગે કોઈ સંકલન કરવામાં આવશે નહીં. પટેલની આ સંક્ષિપ્ત એ જાહેરાત કરવા માટે બોલાવવામાં આવી હતી જેના વિશે તેમનું કહેવું હતું કે વિવિધ ઊંચાઈએ ઉડતા લક્ષ્યોને ફટકારી શકે તેવી મલ્ટી ટાયર્ડ ઈઝરાયેલી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સફળ જીવંત પરીક્ષણ છે અને ચૂકેલા કોઈપણ લક્ષ્યોને ફરીથી નિશાન બનાવવા મંજૂરી આપે છે. સૌથી ઓછું સ્તર આયર્ન ડોમ ટૂંકા અંતરના રોકેટ ઈન્સ્ટરસેપ્ટરથી બનેલું છે. જે ક્રૂઝ મિસાઈલો અને યુએવીને પણ શૂટ કરી શકે છે. ઈઝરાયેલ મધ્યમ શ્રેણીના ઈન્ટરસેપ્ટર ડેવિડ-સ્લિંગ અને એરો સિસ્ટમ સાથે આયર્ન ડોમનું મિશ્રણ કરે છે, જે બેલેસ્ટિક મિસાઈલને શૂટ કરે છે.