(એજન્સી) તા.૧
ઈઝરાયેલની જેરૂસલેમ નગરપાલિકાએ કાલે એક ઐતિહાસિક સીડીને ધ્વસ્ત કરી નાખી. જે અલ-અક્સા મસ્જિદના લાયન્સ ગેટ (બાબ અલ-અસબાત) અને જેરૂસલેમના જૂના શહેર તરફ જાય છે. જેરૂસલેમમાં ઈસ્લામિક કબ્રસ્તાનોના સંરક્ષણ માટે બનેલી સમિતિના પ્રમુખ મુસ્તફા અબુ જહરાએ જણાવ્યું કે જેરૂસલેમ નગર પાલિકાની ટીમોએ બુલડોઝરની સાથે બાબ અલ-અસબાત વિસ્તાર પર તોડફોડ કરી અને યુસુફિયા કબ્રસ્તાન તરફ જતા માર્ગને ધ્વસ્ત કરી દીધો. તેમણે જણાવ્યું કે વિધ્વંસ ઈઝરાયેલી અધિકારીઓના કબ્રસ્તાનની અંદર બાઈબલ ઉદ્યાન પથ સ્થાપિત કરવાની યોજનાનો ભાગ છે. જેમાં અજાણ્યા સૈનિકોના મકબરો સામેલ છે. સાથે જ કેટલીક પ્રાચીન અને આધુનિક કબરો પણ છે. કબ્રસ્તાન લગભગ ૪૦૦૦ ચોરસ મીટરનું છે. અબુ જહરાએ તમામ જેરૂસલેમવાસીઓને ઈઝરાયેલના કબજાના અપરાધથી જેરૂસલેમના સ્થળોની સુરક્ષા માટે એકજૂથ થવાનું આહવાન કર્યું. જેરૂસલેમમાં ઈઝરાયેલના કબજાની નગરપાલિકાએ વિધ્વંસ પર કોઈ ટિપ્પણી કરી નથી.