(એજન્સી) તા.૯
ઈઝરાયેલના કબજાવાળા યુદ્ધ વિમાનો સીરિયાના પાટનગર દમાસ્કસના દક્ષિણમાં અને દક્ષિણ સીરિયાના અસ-સુવૈદા રાજ્ય-શાસનની નજીક સ્થિત બશર અલ-અસદ શાસન અને ઈરાનના લશ્કરી દળો જ્યાં તૈનાત છે તેવા સ્થળોએ ત્રાટક્યા હતા. સ્થાનિક સ્ત્રોતોએ અહેવાલ આપ્યો હતો કે ગઈકાલે રાત્રે ઈઝરાયેલ દ્વારા મિસાઈલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં અસ-સુવૈદાના રડાર પલટનને નિશાન બનાવવામાં આવી હતી, જેનાથી ઉપકરણોને નુકસાન થયું હતું. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈઝરાયેલી દરોડામાં અલ-કિસ્વાહ અને દક્ષિણ દમાસ્કસના અલ-ડિમાસ ક્ષેત્રોમાં ઈરાની લશ્કરી સ્થળોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે કેટલી હદે નુકસાન થયું છે તે સ્પષ્ટ નથી. પ્રેસ એજન્સી સનાએ અહેવાલ આપ્યો હતો કે ઈઝરાયેલી હુમલાઓની પ્રતિક્રિયા આપતા અલ-અસદના લશ્કરી દળોએ વળતા પ્રહાર તરીકે દુશ્મનના સ્થળો પર નિશાનો ટાંકીને મિસાઈલમારો કર્યો હતો. ગયા વર્ષના અંતમાં અલ-અસદના વિદેશ મંત્રાલયે યુએનના સામાન્ય સચિવ અને યુએનએસસીના રાષ્ટ્રપતિને ઈઝરાયેલી દરોડાઓ જે તે સીરિયન શાસનના સ્થળો અને સીરિયામાં ઈરાની લશ્કરોના સ્થળો પર પાડે છે, તેના અંગે ફરિયાદ કરી હતી.